Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ? (22-08-2016 થી 28-08-2016 સુધી)

સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ? (22-08-2016 થી 28-08-2016 સુધી)
, રવિવાર, 21 ઑગસ્ટ 2016 (23:58 IST)
મેષ -  આપના માટે સામાજિક ક્ષેત્રે વ્યસ્ત રાખતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમયગાળા દરમિયાન જાહેરજીવન ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા વધતી જણાય, કાર્યભાર વધતો જણાય, આપના માન-સન્માન-કદમાં વૃધ્ધિ થાય. નાણાકીય બાબતે આવક-જાવકનું પ્રમાણ સમાંતર જોવા મળે. કોઈ મોટા ફેરફારની શક્યતા જણાતી નથી. પારિવારિક સદસ્યો સાથે સ્નેહભાવના જળવાઈ રહે. સંતાન અંગે ચિંતા રહે. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો ગુંચવાતા જણાય. મહત્ત્વના કોલ-કરારમાં કાળજી દાખવવી. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે.

વૃષભઃ આપનું આ સપ્તાહ સખત પરિશ્રમ અને મજૂરી કરવાનું સપ્તાહ પુરવાર થશે, પરંતુ માત્ર કઠોર પરિશ્રમ કરવાથી જ ઇચ્છિત પરિણામ મેળવી શકાતું નથી. બળજબરીથી વશ થઇને તો કોઇ પણ વ્યક્તિ મહેનત કરશે, તેથી આપ જે ગુણવત્તા અને સર્જનાત્મકતા દર્શાવશો તેને જ ગણતરીમાં લેવાશે. આથી આપે કામમાં ઉત્કૃષ્ટતા મેળવવા પ્રયત્નો કરવા પડશે અને તે ગંભીરતાથી તેમજ હૃદયપૂર્વક કરેલા પ્રયાસોથી જ પ્રાપ્ત થશે.

મિથુનઃ ફરી વખત પૈસો એ તમારું મુખ્ય ધ્યેય રહેશે. નાણાકીય બાબતે તમે સદ્ધર થશો અને તમારામાં ધૈર્ય અને રોમાન્સના ગુણોમાં વધારો થાય. કાનૂની અને વારસાઇને લગતી બાબતોનો આનંદદાયક ઉકેલ આવે. ધિરાણ મેળવવા અને આપવામાં તથા સામાજિક મેળાવડાની પ્રવૃત્તિઓમાં આનંદ અનુભવશો. તમે જે કંઇ પણ કરશો તેમાં તમારા ઉત્સાહી મિજાજનો પરિચય થશે. તમારે જીવંતતા જાળવી રાખવાની જરૂર પડશે.

કર્કઃ વેપારમાં આવકની વૃદ્ધિ થશે. નાણાં વ્યવહાર જળવાઇ રહેશે. પ્રવાસ દ્વારા નાણાંની ઉઘરાણીમાં સફળતા જણાય છે. કોર્ટ-કાનૂની સવાલો માટે જરૂર માર્ગદર્શન મેળવશો. મહિલાઓનો સહોદરોમાં વિવાદ હળવો થશે. વિદ્યાર્થીઓની અભ્યાસની સમસ્યા હળવી થશે. પેટનાં દર્દોમાં રાહત થશે. કુટુંબમાં યશ મેળવશો. કાર્યક્ષેત્રે સફળતાનાં ચિહ્ન સ્પષ્ટ થશે. શેરબજારમાં આત્મવિશ્વાસ અને આવડત ઉપયોગી પુરવાર થશે.

 સિંહઃ જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપ મક્કમતાથી સામનો કરશો અને એ જ રીતે મિત્રો અને પરિચિતોને પણ સંજોગો સામે ઝઝૂમતા શીખવશો તથા તેમની આપત્તિમાં તેમને મદદરૂપ બનશો. તેમના શ્રેય અને રક્ષણનો હંમેશાં ખ્યાલ આપના મનમાં રહેશે. આપ તેમના માટે સ્વૈચ્છિક રીતે બધું સમર્પિત કરવા તૈયાર હશો, પરંતુ આવા બિનજરૂરી જોખમોને આમંત્રણ ન આપવું હિતાવહ છે, કારણ કે તેનાથી તમારો હેતુ સરવાનો નથી.

કન્યાઃ આ સપ્તાહે આપ સામાન્યપણે હો છો તેનાથી કંઇક અલગ હશો. ભૌતિક જીવનથી આધ્યાત્મિકતા તરફ વળશો. આપનું ધ્યાન વ્યક્તિગત જરૂરિયાતોથી હટીને બીજી તરફ કેન્દ્રિત થશે. દુઃખી અને વૃદ્ધ લોકોની વધુ કાળજી લેશો. તેનાથી આપને માનસિક શાંતિ અને સંતોષ મળશે. આશ્ચર્યની વાત છે કે હાલમાં નાણાં ઓછી મહત્ત્વની બાબત બની ગઇ છે. ચંદ્રની અસર હેઠળ આપ સ્વપ્નદૃષ્ટા બન્યા છો.

તુલાઃ નાણાંકીય લાભ માટે અનુકૂળ સમય છે. રાજકારણ સામાજિક જીવનમાં પ્રસિદ્ધિ શકય છે. મહિલાઓ કુટુંબમાં પ્રગતિ થવાથી ઉત્સાહનો અનુભવ કરશે. નાણાંની સગવડતા સચવાશે. મહિલાઓએ ટીકા ટિપ્પણી ટાળવી જરૂરી છે. અપે‌િક્ષત કળા, હુન્નર જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી શકશો. કુટુંબના  કોઇ સભ્ય કે વડીલના આરોગ્ય અંગે ચિંતા ઊભી થાય તેવી શકયતા છે. બિનજરૂરી જોખમોને આમંત્રણ ન આપવું હિતાવહ છે,

વૃશ્ચિકઃ આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય ફરી એક વાર બગડવાની સંભાવના દેખાઇ રહી છે. એ માટે કદાચ થોડી ચિંતાઓ પણ રહેશે. છતાં તમારી ક્ષમતાઓ વિકસિત થવાની બાબતમાં તમે શ્રેષ્ઠ રહેશો. તમે તમારી ક્ષમતા તો વિકસિત કરશો જ. એનો પ્રયોગ પણ કાર્ય સફળતા માટે કરીને સફળતા મેળવી શકશો. આપ પ્રેરક બળ છો અને શાંતિના ચાહક પણ છો. આપના આ ગુણો થકી કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકશો. વેપારમાં આવક વિશે સુખદ અનુભવ થાય.

ધનઃ કાર્યક્ષેત્રે સફળતા અનુભવશો. નોકરીની પ્રવૃત્તિઓ યશ અપાવશે. વેપાર માટે સફળતા જણાશે. નાણાં વ્યવહાર જળવાઇ રહેશે. પ્રવાસથી આર્થિક લાભ થાય તેમ છે. કોર્ટ-પ્રશ્નો માટે સફળ માસ છે. ગૃહિણીઓનો પડોશી સાથેનો સંબંધ વધુ સરળ બની રહેશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસની સુખદ અનુભૂતિ પ્રાપ્ત થાય તેમ છે. છાતીના દર્દોમાં રાહત થશે. કુટુંબમાં મતભેદો હળવા થશે. પરસ્પર સંપ અનુભવાય.


મકરઃ શારીરિક- માનસિક આર્થિક તકલીફ, ચિંતા- મુશ્કેલી અનુભવાય, ઘરના કે બહારના કામકાજમાં, નોકરી ધંધાના કામમાં જાગૃતિ- સાવધાની રાખવી, ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય પરંતુ ખાવાપીવામાં વાહન ચલાવવામાં સંભાવું, ઇજા થાય તેવા કામમાં જોખમ ઉભું કરવું નહીં, સંતાનના કામમાં સાનુકૂળતા હળવાશ રહે, તેમના માટે ખર્ચ ખરીદી થાય બહારગામ કે પરદેશમાં રહેતા સગા- સંબંધી મિત્રવર્ગથી આનંદ રહે, આકસ્મિક કોઈને મળવાનું થાય, ઉઘરાણીના નાણાંની વસૂલી પણ આ સપ્તાહમાં શકય છે. મહિલાઓને કીમતી રત્ન આભૂષણની ખરીદીમાં અનુકૂળતા જણાશે.

કુંભ : હરોફરો- કામ કરો પરંતુ નોકરી- ધંધાના ઘર પરિવારના કામ અંગે સાંસારિક જીવન અંગે, આરોગ્ય અંગે ચિંતા- બેચેની વ્યગ્રતા રહ્યા કરે કામમાં એકાગ્રતા જળવાય નહીં. વિસ્મૃતિ- ભૂલી જતા હોવ તેમ લાગે. મસ્તક- પેટ- કમરમં- દર્દપીડા જણાય. ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય પરંતુ સગા- સંબંધી મિત્રવર્ગ સાથેના પ્રવાસમાં બહાર જવામાં મનદુઃખ થાય, કોઈની તબિયત અસ્વસ્થતાથી તકલીફ અનુભવાય, બી. પી., ડાયાબીટીસ હોય તેમણે ખાવાપીવામાં સંભાળવું,તમારું વ્યકિતગત અને પારિવારિક જીવન વધુ સારું બને. કામમાંથી ફાયદો મળે. સહ કર્મચારી સાથેના તમારા સંબંધો સારા બને. તમે નવા ધંધાકીય સાહસો ખેડી શકશો.

મીન :  ધાર્મિક યાત્રા-પ્રવાસ મીલન મુલાકાતથી આનંદ રહે, પુત્ર- પૌત્રાદિકના પરિવારના કામમાં સાનુકૂળતા રહે, નિકટના સ્વજન- સ્નેહી- મિત્રવર્ગને મળવાનું થાય. નોકરી- ધંધાના કામમાં ધ્યાન આપી શકો. વધારાના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધો થાય, આવક થાય પરંતુ રસ્તામાં આવતા જતા વાહન ચલાવતા આંખમાં દર્દપીડાથી સંભાળવું પડે. પોતાના રોજીંદા કામમાં નવા કામમાં, ઉતાવળ- ઉશ્કેરાટ- વિવાદ કરવો નહિ, કુટુંબના  કોઇ સભ્ય કે વડીલના આરોગ્ય અંગે ચિંતા ઊભી થાય તેવી શકયતા છે. તેમાં આપ આપના સાબદા વલણથી બહાર આવી શકશો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (21.08.2016)