છેલ્લા એક મહિનામાં શાકભાજી દોઢ ગણા મોંઘા થઈ ગયા છે. દુકાનદારો મોંઘવારી માટે કમોસમી વરસાદને કારણ માની રહ્યા છે. દુકાનદારોનું કહેવું છે કે ગત સપ્તાહે પડેલા વરસાદને કારણે બજારમાં શાકભાજીની આવક ઘટી છે. આ કારણે તેમની કિંમતોમાં ઝડપથી વધારો થયો છે
સપ્તાહ પહેલા ટીંડોરા રૂા.40 થી 70ના કિલો મળતા હતા તે અત્યારે રૂા.80 થી 120, તુરીયા રૂા.60ના કીલો મળતા હતા તે અત્યારે રૂા.80, દૂધી રૂા.30ની કિલો વાળી રૂા.80, લીલા વટોણા રૂા.200 થઇ જતા જમણની થાળીમાંથી શાકભાજી ઓછા અથવા તો ગાયબ થઇ ગયા છે. સામાન્ય માનવી, દર્દી અને ભોજનશાળામાં વપરાતી દૂધીના ભાવો ડબલ કરતા વધુ થઇ ગયા છે સપ્તાહ પહેલા રૂા.30માં પ્રતિ કિલો મળતી દૂધી રૂા.80 પહોંચી જતા સામાન્ય માનવીની થાળી મોંઘી થઇ છે.અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલ છુટક બજારમાં શાકભાજીના ભાવ મોંઘાદાટ થઈ જતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે તે ખરીદવું મુશ્કેલ બની ગયું છે. પંદરેક દિવસમાં જ શાકભાજીના ભાવમાં 30 ટકા સુધીનો તોતિંગ વધારો જોવા મળીરહ્યો છે
કેપ્સિકમ જે પહેલા 60 રૂપિયા પ્રતિ કિલો હતું તે હવે 160 રૂપિયા થઈ ગયું છે. તે જ સમયે, ટામેટાની કિંમત 40 રૂપિયાથી વધીને 60 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એ જ રીતે કોબીનો ભાવ 60 રૂપિયાથી વધીને 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. તે જ સમયે, કારેલાના ભાવમાં પણ 20 રૂપિયાનો વધારો થયો છે. શાકભાજીની આવકમાં 35 થી 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.