Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1 જુલાઇથી IT રિટર્ન ભરવા અને PAN કાર્ડ માટે આધારનંબર જરૂરી

1 જુલાઇથી IT રિટર્ન ભરવા  અને PAN કાર્ડ માટે આધારનંબર જરૂરી
, રવિવાર, 11 જૂન 2017 (10:26 IST)
આગામી 1 જુલાઇથી IT (Income tax)  રિટર્ન ભરવા માટે આધાર ફરજીયાત કરી દીધું છે. સીબીડીટીએ નિવેદન બહાર પાડીને આવકવેરા ધારકોને કહ્યું કે 1 જુલાઇથી આધારકાર્ડ બનાવવાની યોગ્ય ધરાવતા દરેક વ્યક્તિને આવકવેરા વિભાગ દાખલ કરવા માટે આધાર નંબર અથવા આધાર બનાવવા માટે આવેદન કર્યા બાદ એનરોલમેન્ટ નંબર જ આપવો જ પડશે.
 
 
નવું PAN કાર્ડ કઢાવવા માટે પણ આધાર કાર્ડની જરૂર પડશે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે એવા લોકોને આંશિક રાહત આપી છે, જેમની પાસે હાલમાં આધાર કાર્ડ નથી. જેથી તેમના PAN નંબર કેન્સલ નહીં થાય.
 
વધુમાં  સીબીડીટી એ જણાવ્યું કે, જેને 01 જુલાઈ 2017 સુધીમાં PAN ઈશ્યુ કરવામાં આવ્યા છે અને જેમની પાસે આધાર નંબર છે અથવા જે આધાર બનાવવાને પાત્ર છે, તેમણે PAN નંબરને આધાર કાર્ડ સાથે લીન્ક કરાવવા માટે આધાર નંબરની જાણકારી ઈન્કમ ટેક્સ વિભાગને આપવાની રહેશે.સુપ્રીમ કોર્ટે એવા લોકોને ITR ફાઈલ કરવા અથવા PAN કાર્ડ બનાવવામાં કોઈ રાહત નથી આપી જેમની પાસે આધાર નંબર નથી અથવા જેઓ આધાર કાર્ડ કઢાવવા ઈચ્છતા નથી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોહલી રમે છે ઓછુ અને ઉછળે છે વધારે - કમાલ રાશિદ ખાન