Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં આજે બપોર પછી શહેરના આ રસ્તા બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ

Tricolor Yatra
અમદાવાદ , મંગળવાર, 13 ઑગસ્ટ 2024 (12:26 IST)
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.આજે સાંજે ચાર વાગ્યે અમદાવાદના વિરાટનગર AMC પૂર્વ ઝોનની ઓફિસ પાસેથી નિકોલ ખોડિયાર મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તિરંગા યાત્રાને લઇ રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. જેથી શહેરમાં કેટલાક રસ્તાઓ અવર જવર માટે બંધ કરવામાં આવ્યાં છે.  
 
આ રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે
અમદાવાદમાં વિરાટનગર AMC પૂર્વ ઝોનની ઓફિસથી ફુવારા સર્કલથી પુર્વ તરફ ગોકુલ પાર્ક AMTS બસ સ્ટેન્ડ સુધીનો માર્ગ 2.5 કિ.મી સુધીનો સંપુર્ણ માર્ગ બંધ રહેશે. બાપુનગર શ્યામ શિખર તરફથી નિકોલ ઉત્તમનગર તરફ જતા ઠકકરનગર બ્રિજ પર વાહનો અવરજવર કરી શકશે નહીં. ઠકકરનગર ચાર રસ્તાથી બ્રિજ નીચેથી પણ ઉત્તમનગર થઈ કેનાલ ક્રોસ કરી જીવનવાડી થઈ ખોડીયાર મંદિર નિકોલ સુધી વાહન વ્યવહાર માટે રોડ બંધ રહેશે. ઉત્તમનગરથી દક્ષિણ તરફ બેટી બચાવો સર્કલ થઈ ફુવારા સર્કલ સુધીનો આશરે 3.7 કિ.મી સુધીનો માર્ગ બંધ રહેશે. બહુચર ચોકથી ખોડીયાર મંદિર નિકોલ સુધીનો આશરે 500 મીટર સુધીનો માર્ગ બંધ રહેશે.
 
આ પ્રકારે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી
વૈકલ્પિક માર્ગ તરીકે બાપુનગર ગરીબનગર ચાર રસ્તાથી બાપુનગર ચાર રસ્તાથી જમણી બાજુ પુર્વ તરફ ખોડીયાર નગર ચાર રસ્તા તરફ જઈ શકાશે. ઠક્કરનગરબ્રિજ નીચે ચાર રસ્તાથી ઉત્તર તરફ હિરાવાડી BRTS બસ સ્ટોપથી બજરંગ આશ્રમ થઈ વિજય પાર્ક BRTS બસ સ્ટોપ પહેલાના વાછાણી ફર્નિચર કટથી જમણી બાજુ પૂર્વ તરફ ફોનવાલે સર્કલ થઈ સરદાર ચોક થઇ કેનાલ ક્રોસ કરી છત્રપતી શિવાજી સર્કલ થઇ બાપા સીતારામ ચોક થઈ નિકોલ ઓઢવ રીંગરોડ તરફ જઈ શકાશે. બહુચર ચોકથી જમણી બાજુ પુર્વ તરફ પાંડવ વાડી થઇ સુરભી ફ્લેટ-2 ત્રણ રસ્તાથી જમણી બાજુ સુરભી ફ્લેટ ત્રણ રસ્તાથી રામરાજ્ય ચોક થઈ જમણી બાજુવાળી કાનબા હોસ્પિટલ ચાર રસ્તાથી નિકોલ ઓઢવ તરફ જઇ શકાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

5 લાખ કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં LTCનો લાભ: રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય