Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુશાંત કેસમાં આવશે નવો વળાંક? સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરાયેલા ચેટ-ઈમેલની કરશે તપાસ

સુશાંત કેસમાં આવશે નવો વળાંક?  સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરાયેલા ચેટ-ઈમેલની કરશે તપાસ
, સોમવાર, 8 નવેમ્બર 2021 (11:58 IST)
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) મૃત્યુની તપાસને આખરી ઓપ આપવામાં થોડો વધુ સમય લાગી શકે છે કારણ કે MLAT દ્વારા માહિતીનું આદાનપ્રદાન એક લાંબી અને સમય માંગી લેતી પ્રક્રિયા છે.
 
કોઈ કસર છોડવા માંગતા નથી’
ગૃહ મંત્રાલય (MHA) એ એમએલએટી હેઠળ આવી માહિતી પ્રાપ્ત કરવા અથવા શેર કરવા માટે ભારતમાં કેન્દ્રીય સત્તા છે. અમેરિકામાં એટર્ની જનરલની ઓફિસે આવી માહિતી શેર કરી છે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આ બાબતને અંતિમ સ્વરૂપ આપતા પહેલા અમે કોઈ કસર છોડવા માંગતા નથી. અમે જાણવા માંગીએ છીએ કે આવી કોઈ ચેટ અથવા પોસ્ટ છે કે જે આ બાબતે ઉપયોગી સાબિત થઈ શકે.
 
તપાસ એજન્સીએ કહ્યું કે ડેટા મેળવીને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે 14 જૂન (2020)ના રોજ આત્મહત્યાની ઘટના પાછળનું કારણ શું હોઈ શકે.
એમએલએટી (Mutual Legal Assistance Treaty) હેઠળ કેલિફોર્નિયા સ્થિત ગૂગલ અને ફેસબુક પાસેથી માહિતી માંગવામાં આવી છે. સીબીઆઈએ ગુગલ અને ફેસબુકને અપીલ કરી છે કે સુશાંતની ડિલીટ કરાયેલી ચેટ, ઈમેઈલ અથવા પોસ્ટની વિગતો શેર કરે. જેથી તેનું વિશ્લેષણ થઈ શકે અને કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં મદદ મળી શકે. ભારત અને યુએસ પાસે એમએલએટી છે. જેના હેઠળ બંને પક્ષો કોઈપણ સ્થાનિક તપાસ અંગેની માહિતી મેળવી શકે છે. જે સામાન્ય રીતે શક્ય ન પણ હોય. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જોકસ ચુટકુલા-હાસ્ય