Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IRCTCની નવી વેબસાઈટ irctc.co.in થી લોકો પરેશાન, ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગમાં આવી રહી છે સમસ્યા

IRCTCની નવી વેબસાઈટ irctc.co.in થી લોકો પરેશાન, ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગમાં આવી રહી છે સમસ્યા
, મંગળવાર, 3 જુલાઈ 2018 (11:36 IST)
નવા ફીચર સાથે એક મહિના પહેલા લોંચ થયેલ આઈઆરસીટીસીની નવી વેબસાઈટ લોકોને ગમી રહી નથી.  લોગઈન, ટિકિટ બુક કરવામાં પરેશાનીઓનો સામનો કરવો પડતા યૂઝર સોશિયલ મીડિયા દ્વારા પોતાની નારાજગી જાહેર કરી રહ્યા છે.   એક યૂઝરનુ કહેવુ છે કે નવી વેબસાઈટ પર  વ્યસ્ત સમયમાં ટિકિટ કરવી અશક્ય થઈ ગયુ છે. આવુ થવાથી હવે દલાલ તત્કાલ ટિકિટ જલ્દી બુક કરી લેશે.  આઈઆરસીટીસીએ જે માહિતી નાખી છે તેમાં પણ ભૂલ છે. ટ્રેનની લિસ્ટ જોવામાં પણ સમય બરબાદ થઈ રહ્યો છે. 
 
આઈઆરસીટીસીની ટિકિટ બુકિંગમાં આવતી સમસ્યા 
 
- ટિકિટ બુકિંગમાં ખાસ કરીને તત્કાલ ટિકિટમાં પહેલા કરતા વધુ સમય 
- હિન્દીમાં નાખવામાં આવતા સ્ટેશનોના નામ પણ ખોટા 
- લોગઈન અને ટિકિટ બુક કરતી વખતે એરર મેસેજ 
- ટ્રેન કે બુક ટિકિટ વચ્ચે આવતી જાહેરાતોથી મુશ્કેલી 
 
ઉલ્લેખનીય છે કે આઈઆરસીટીસીએ 28 મેના રોજ વેબસાઈટ લોંચ કરી હતી અને આવો કર્યો હતો કે આના પર યૂઝરને સારો અનુભવ મળશે.  તેમણે 15 દિવામાં યૂઝરને પોતાના અનુભવ શેયર કરવાનુ પણ કહ્યુ હતુ. 
 
મોબાઈલ ફ્રેંડલી નથી 
 
યૂઝર અભ્યુદયનુ કહેવુ છે કે સાઈટ મોબાઈલ યૂઝર ફ્રેંડલી બિલકુલ નથી. નામ પાસવર્ડ પછી કૈપચા ટાઈપ કરતી વખતે શબ્દો દેખાતા નથી. 
 
લોગઈનમાં થઈ રહેલ મુશ્કેલી 
 
ટ્વિટર પર એક યૂઝર કહ્યુ કે લોગઈન સાથે અનેકવાર સિક્યોરિટી ક્વૈશ્ચન સામે આવી જાય છે. આવામાં તમે સમય પર ટિકિટ બુક નથી કરી શકતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગીર સોમનાથમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીજિલ્લા જાણો ગુજરાતમાં ક્યાં થયું વરસાદ