Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લાંબુ જીવવુ છે તો ખાવ લાલ મરચું

લાંબુ જીવવુ છે તો ખાવ લાલ મરચું
, શુક્રવાર, 3 માર્ચ 2017 (09:54 IST)
લાલ મરચા ખૂબ તમતમતા હોય છે પણ છતા પણ તેના વગર ખાવામાં સ્વાદ નથી આવતો.  તેને વધુ ખાવામાં આવે તો બળતરા થવા માંડે છે. કેટલાક લોકો ફીકુ તો કેટલક લોકો તીખુ ખાવુ પસંદ કરે છે.  તેમા અમીએનો એસિડ,  ફોલિક એસિડ, સિટ્રિક એસિડ, એસ્કાર્બિક એસિડ, મૈલોનિક એસિડ જેવા જરૂરી તત્વ જોવા મળે છે.  જે આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. એક શોધમાં એ પણ સામે આવ્યુ છે કે લીલા મરચા કરતા લાલ મરચા વધુ લાભકારી હોય છે. 
 
શોધકર્તાઓનુ કહેવુ છે કે લાંબા સમય સુધી તંદુરસ્ત લાઈફ જીવવા માંગો છો તો લાલ મરચુ તમારે માટે ફાયદાકારી સાબિત થઈ શકે છે. જે લોકો રોજ તેનુ સેવન કરે છે તેમનુ કોલેસ્ટ્રોલ કંટ્રોલ થવુ શરૂ થઈ જાય છે. શોધમાં એ પણ વાત સામે આવી છે કે મરચાંના સેવનથી હ્રદય રોગ કે સ્ટ્રોકના સંકટથી બચી શકાય છે. 
 
અમેરિકાની વરમોંટ વિશ્વવિદ્યાલયના મુસ્તફા ચોપાને આ વિષય પર બતાવ્યુ કે લાલ મરચામાં ટ્રાંસિએંટ રિસેપ્ટર પોટેંસિયલ હોય છે. જે કેપ્સીચીન જેવા એજંટોન રિસેપ્ટર્સ હોય છે. આ લાલ મરચામાં જોવા મળે છે. જો કે શોધમાં આ વાત પૂરી રીતે જાણ થઈ શકી નથી કે આ તત્વ વયને કેવી રીતે વધારી શકે છે. 
 
 
લાલ મરચામાં જોવા મળનારા કૈપ્સીચીન વજન ઓછુ કરીને લોહીના ભ્રમણમાં સુધાર અને સેલુલરમાં પણ ભૂમિકા ભજવે છે. આ તત્વ અપ્રત્યક્ષ રૂપે બૉડીને ફિટ રાખવા અને લાઈફને વધારવામાં મદદરૂપ છે. પ્લોસ વન જર્નલમાં આ શોધ પ્રકાશિત કરવામાં આવી છે. આ અભ્યાસ 23 વર્ષ્હોથી 16000 અમેરિકનો પર કરવામાં આવ્યો છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફર્નીચરમાં ક્યારેય નહી લાગે ઊધઈ, આ રીતે કરો કેયર