Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકારનો નિર્ણય, આ વખતે નવરાત્રિ પર બંધ રહેશે પાવાગઢ મંદિર

ગુજરાત સરકાર
, મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (18:47 IST)
કોરોનાના વધતા જતા કેસ જોતાં ગુજરાત સરકારે આ વખતે નવરાત્રિ પર શક્તિપીઠ પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ખોલવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. મંગળવારે મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા વહિવટી તંત્રની બેઠકમાં પાવાગઢ મંદિર નવરાત્રિ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવશે, કારણ કે મહાકાળીના દર્શન માટે નવરાત્રિ દરમિયાન 1 લાખથી વધુ લોકો પહોંચે છે. 
 
શ્રદ્ધાળુઓ માટે મંદિરના દરવાજા બંધ રહેશે. તેના લીધે ટ્રસ્ટએ તળેટીમાં એક મોટી એલસીડી સ્ક્રીન લગાવવાનો નિર્ણય કર્યો છે. જોકે મંદિરની તળેટીમાં પણ લોકોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. ટ્રસ્ટે કહ્યું હતું કે તળેટીમાં ભીડને કાબૂમાં રાખવાની જવાબદારી સ્થાનિક પોલીસની રહેશે. મંદિરમાં પૂજા અર્ચનાનું લાઇવ પ્રસાર કરવામાં આવશે.
 
ગુજરાતના પંચમહાલ જિલ્લા સ્થિત પાવાગઢ શક્તિપીઠ દેશના 64 શક્તિપીઠોમાં સામેલ છે. નવરાત્રિ પહેલાં દેશભરના લોકો અહીં માતાની જ્યોત લઇને પહોંચે છે. લગભગ 1525 ફૂટ ઉંચાઇ પર બિરાજમાન માતાના દર્શન માટે રવિવારે અહીં લગભગ એક લાખ શ્રદ્ધાળુ પહોંચી ગયા  હતા. કોરોના છતાં લોકોમાં બેદરકારી જોવા મળી હતી. આ ઉપરાંત ભીડ એટૅલી હતી કે મંદિર તરફ જવાના રસ્તા પર બંને તરફ ત્રણ કિમી લાંબી ભીડ જામી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાત મહિનાથી બંધ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી આ તારીખ ખુલશે