Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં વરસાદનું ફરીથી આગમન, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

રાજ્યમાં વરસાદનું ફરીથી આગમન, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
, સોમવાર, 12 જુલાઈ 2021 (21:56 IST)
રાજ્યમાં વરસાદનું ફરીથી આગમન થયું છે. લાંબા વિરામ બાદ રાજ્યમાં ફરીથી વરસાદનું આગમન થયું છે. રાજ્યના અનેક સ્થળોએ રવિવારે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. આગામી 5 દિવસમાં રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.
 
વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે. રવિવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદ સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 જૂલાઈ સુધીમાં ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં પૂર આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
 
અષાઢી બીજના એક દિવસ પહેલાં જ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ હતી એટલે કે રવિવારે મેંદરડામાં ચાર ઈંચ, બગસરામાં અઢી ઈંચ, જામજોધપુર, કુતિયાણા, અને સાયલામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરમાં વરસાદ પડવાની સાથે જ શહેરના અમુક વિસ્તારમાં વિજળી ગુલ થઈ જવા પામી હતી, જો કે ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. રાજકોટ શહેરમાં રવિવારે એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. 
 
અષાઢી બીજ રથયાત્રાને સોમવાર એટલે કે, આજે પણ સમગ્ર મહેસાણામાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી જ મહેસાણા જિલ્લાના કડી, વિજાપુર, વડનગર, સતલાસણા અને ખેરાલુ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ઇડર અને વિજયનગર, પોશીના અને દાંતામાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો.
 
 ભારે પવન સાથે વરસાદ પડતાં મહેસાણા જિલ્લામાં કેટલાંક ઠેકાણે ઝાડ પડવાની અને વીજ પોલ પડવાની ઘટના પણ સામે આવી હતી. જોકે, આ દરમિયાન મહેસાણા જિલ્લાના ડીસામાં વીજળી પડતા એક મહિલાના મોતના સમાચાર પ્રાપ્ત થયા છે.
 
હાલ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તો કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં હળવા પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ડાંગ જિલ્લાના આહવા અને સાપુતારા સહિત ઘણા વિસ્તારમાં ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં પલટા સાથે વરસાદ થયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિશ્વમાં બાયોલોજિકલ વોર-સાયબર ક્રાઇમનું અઘોષિત વોર ચાલી રહ્યું છે તેને નજર અંદાજ કરી શકાય તેમ નથી - અમિત શાહ