Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરણીસેનાના સભ્યોએ ફિલ્મ પદ્માવત જોઈ હોવાની વાત તદ્દન ખોટી: ગુજરાત કરણી સેનાના વડા

કરણીસેનાના સભ્યોએ ફિલ્મ પદ્માવત જોઈ હોવાની વાત તદ્દન ખોટી: ગુજરાત કરણી સેનાના વડા
, બુધવાર, 24 જાન્યુઆરી 2018 (17:29 IST)
ગુજરાત કરણી સેનાના વડા રાજભાએ કહ્યું છે કે, “મંગળવારે મોડી સાંજે કરણીસેનાના સભ્યોએ ફિલ્મ પદ્માવત જોઈ હોવાની વાત તદ્દન ખોટી છે. કરણીસેનાના કોઈ સભ્યોએ ફિલ્મ જોઈ નથી. “રાજભાએ વધુંમાં કહ્યું હતું કે,” લોકન્દ્રસિંહ કાલવી ગઈ કાલે મંગળવારે ગુજરાતમાં હતા. તેઓ દિવસભર તેમની સાથે જ હતા. તેઓએ આ ફિલ્મ જોઈ નથી. બીજું કે અમદાવાદમાં જે લોકોએ તોફાનો કર્યા છે તે રાજપૂત નહોતા. અસામાજિક તત્ત્વો  દ્વારા એ તોડફોડ કરવામાં આવી છે. રાજપૂત કરણી સેના દ્વારા આ ફિલ્મને લઈને વિરોધ ચાલુ રાખ્યો છે. બંધનું એલાન પણ કાયમ છે. 25મીએ જનતા કર્ફ્યૂ રહેશ. રાજભાએ વધુંમાં કહ્યું હતું કે,”સંજય લીલા ભણશાલી તેમની ફિલ્મની રિલિઝ થાય તે માટે આવા ગતકડાં કરે છે. સંજય લીલા ભણશાલી ખોટું બોલે છે. કરણીસેનાએ અગાઉ જ સ્પષ્ટતા કરી છે કે તે આ ફિલ્મ જોવાના નથી. કરણીસેનાએ આ ફિલ્મ જોઈ નથી. રાજભાએ કહ્યું હતું કે,”બે કરણી સેના છે. એક રાજપૂત કરણી સેના અને બીજી રાષ્ટ્રીય કરણી સેના છે. રાજપૂત કરણી સેના આ ફિલ્મને થીએટરોમાં પ્રદર્શિત  નહિં થવાદે. આ ફિલ્મને લઈને વિરોધ ચાલુ જ રહેશે 25મીએ  જનતા કર્ફ્યૂ ચાલુ જ રખાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમા પદમાવત નહીં દર્શાવવામાં આવે - મલ્ટીપ્લેક્સ થિએટર એસોસિએશન