Veraval news- વેરાવળમાં યુવકની વિકૃત માનસિકતાનો કિસ્સો સામે આવ્યો છે. વેરાવળના 80 ફૂટ રોડના પોશ એરિયામાં રહેતા ગોપાલ વણિક નામના યુવકે પડોશીના મકાનનાં બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો અને બાથરૂમમાં મહિલાઓનો વીડિયો ઉતારતો હતો. મહિલાએ બાથરૂમની જાળીમાં ફિટ કરેલા કેમેરા પર નજર પડતા ભાંડો ફૂટ્યો હતો.
આ મામલે વેરાવળ પોલીસે આરોપી યુવક ગોપાલ વણિક વિરુદ્ધ IT એકટની કલમ 66 (ઇ) તેમજ IPC 354(ગ) હેઠળ ફરિયાદ નોંધી છે.