વલસાડમાં આભ ફાટ્યું, ઉમરગામમાં બે કલાકમાં સવા 8 ઈંચ, વાપીમાં સવા 6 ઈંચ વરસાદ, ઉમરગામ, વલસાડ, વાપી, ધમરપુરમાં ધોધમાર વરસાદ, ગાડીઓ પાણીમાં ગરકાવ,સેલવાસમાં ઘુંટણસમા પાણી
વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું હતું. સૌથી વધુ બે કલાકમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. વાપીમાં પાંચ ઈંચ, વલસાડમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ ભાગડાવાડા કોસંબા મેઈન રોડ ઉપર પાણી ભરાયા હતા.
ભારે વરસાદને કારણે જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા. જ્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દમણમાં છેલ્લા 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ વરસ્યો છે.
જિલ્લાના ઉમરગામમાં બે કલાકમાં 8.46 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કપરાડામાં 1.42 ઇંચ, ધરમપુરમાં 3 ઇંચ, પારડીમાં 1.46 ઇંચ, વલસાડમાં 4.30 ઈંચ અને વાપી 6.30 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે.