Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરામાં છેલ્લા 10 મહિનાથી બંધ ફિઝિકલ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે વકીલોના પ્રતિક ઉપવાસ

વડોદરામાં છેલ્લા 10 મહિનાથી બંધ ફિઝિકલ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે વકીલોના પ્રતિક ઉપવાસ
, બુધવાર, 27 જાન્યુઆરી 2021 (16:25 IST)
કોરોનાના કારણે છેલ્લા 10 માસથી બંધ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે વકીલ મંડળ દ્વારા કોર્ટ સંકુલની બહાર પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. 30 જાન્યુઆરી સુધીમાં ફિઝિકલ કોર્ટો શરૂ કરવામાં નહીં આવે તો તા. પહેલી ફેબ્રુઆરીથી વકીલો દ્વારા સવિનય કાનૂનભંગ કરીને ફિઝિકલી કોર્ટ કાર્યવાહી શરૂ કરી દેશે, તેવી ચીમકી વકીલ મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.વકીલ મંડળના પ્રમુખ હસમુખભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, માર્ચ માસથી શરૂ થયેલી કોરોનાના કારણે કોર્ટો બંધ કરી દેવામાં આવી હતી. છેલ્લા 10 માસથી કોર્ટો બંધ હોવાના કારણે વકીલોની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે વહેલી તકે કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવે એવી અમારી માંગણી અને લાગણી છે. વડોદરામાં કોરોના નિયંત્રણ હેઠળ આવી ગયો છે. એક પછી એક તમામ ક્ષેત્રો શરૂ થઈ રહ્યા છે. વેકસીન પણ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે કોર્ટમાં ફિઝિકલી કામગીરી કરવા માટેની મંજૂરી આપવા માટે અમારી માંગ છે.આજે કોર્ટ સંકુલની બહાર ગેટ પર પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. પ્રતીક ઉપવાસમાં વકીલો જોડાઇ રહ્યા છે. છેલ્લા 10 માસથી કોર્ટ બંધ થવાને કારણે વકીલોની હાલત કફોડી બની ગઈ છે. 30 જાન્યુઆરી સુધીમાં ફિઝિકલી કોર્ટ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં નહીં આવે તો પહેલી ફેબ્રુઆરીથી વકીલો સવિનય કાનૂન ભંગ કરીને તમામ વકીલો ફિઝિકલી કોર્ટ કાર્યવાહી શરૂ કરી દેશે, તેવી ચીમકી વકીલ મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sensex Nifty Today- ભારે પતન પર બજાર બંધ; સેન્સેક્સ 937 પોઇન્ટ ઘટ્યો; નિફ્ટી 14 હજાર નીચે