Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, 2 દિવસ યથાવત રહેશે ઠંડીનો કહેર, જાણો અપડેટ

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, 2 દિવસ યથાવત રહેશે ઠંડીનો કહેર, જાણો અપડેટ
, રવિવાર, 29 જાન્યુઆરી 2023 (09:44 IST)
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ભરૂચ, વડોદરા અને સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પાકને નુકસાન થવાની સંભાવના વધી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી સતત હળવા વરસાદની આગાહી કરી છે, જેમાં મહિસાગર, દાહોદ, ડાંગ અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. 
 
IMDના અહેવાલ મુજબ, ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે, જેમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર અને સાબરકાંઠા પ્રદેશોનો સમાવેશ થાય છે.
 
IMD અનુસાર, ગુજરાતમાં 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે, જેના કારણે ગુજરાતને ઠંડીથી થોડી રાહત મળી શકે છે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, 29 અને 30 જાન્યુઆરીએ ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. IMDએ કહ્યું કે તાજી પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે અને તે પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
 
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. દરમિયાન, 29 અને 30 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.
 
ભરશિયાળે વરસાદી માહોલને કારણે બીમારીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. એજ કારણ છેકે, દવાખાનાઓ હાલ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. ત્યારે લોકોએ પણ આ ડબલ સિઝનમાં સર્તક રહેવાની જરૂર છે. અને જરૂર વિના ઘરેથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ એવી સલાહ પણ નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે.
 
​​​​​​​હવામાન વિભાગની આગાહી અનુસારપલટાયેલા વાતાવરણ વચ્ચે આગામી 48 કલાક એટલે કે 29 જાન્યુઆરી સુધીમાં ઠંડી 2-3 ડિગ્રી ઘટશે. જોકે, 30 જાન્યુઆરીથી વાતાવરણ સામાન્ય થતાં તેમજ ઉત્તર ગુજરાત પરથી ફરી એકવાર ઉત્તરના ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થતાં ઠંડી વધવાનું શરૂ થશે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધીમાં 3-4 ડિગ્રી ઠંડી વધી શકે છે. એટલે કે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી ઠંડીનો ચમકારો વધશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોમનાથ ટ્રસ્ટે શિવરાત્રી ના પાવન પર્વ પર ભક્તો માટે લોન્ચ કરી "બિલ્વપુજા સેવા", માત્ર 21 ₹ ભક્તો નોંધાવી શકશે