Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ: જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ૯ ઇંચથી વધુ વરસાદ

rain in gujarat
, મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (13:34 IST)
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ૩૦૨ મિ.મી. એટલે કે ૯ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય બે તાલુકાઓમાં ૭ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં અને પાટણના રાધનપુર તાલુકામાં ૧૯૪ મિ.મી., વરસાદ નોંધાયો છે.  
 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાક પૂરા થતા ૨૪ કલાક દરમ્યાન મહેસાણા જિલ્લાના બેચરાજીમાં ૧૭૨ મિ.મી.,  બનાસકાંઠાના ભાભરમાં ૧૭૧ મિ.મી.,  અને મહેસાણામાં ૧૬૪ મિ.મી.,  એમ રાજ્યના કુલ ત્રણ તાલુકાઓમાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના એહવાલ છે. જયારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ૧૪૮ મિ.મી., એટલે કે પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
 
રાજ્યના અન્ય ૭ તાલુકાઓમાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં ૧૧૧ મિ.મી., ડીસામાં ૧૧૦ મિ.મી., અમરેલીના બગસરામાં, જૂનાગઢમાં અને જુનાગઢ શહેરમાં ૧૦૫ મિ.મી., મહેસાણાના વિસનગરમાં ૧૦૪ મિ.મી. અને કચ્છના રાપરમાં ૧૦૨ મિ.મી. વરસાદ નોંધાયા હોવાના એહવાલ છે.
આ ઉપરાંત રાજ્યના અન્ય ૧૯ તાલુકાઓમાં ૩ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે જેમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ૯૬ મિ.મી., બનાસકાંઠાના થરાદમાં ૯૪ મિ.મી., વડગામમાં ૯૩ મિ.મી., સાબરકાંઠાના ઇડરમાં ૯૧ મિ.મી., સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અને મહેસાણાના સતલાસણામાં ૯૦ મિ.મી., ગીર સોમનાથના કોડીનારમાં ૮૬ મિ.મી., જૂનાગઢના માલીયા હાતીણામાં ૮૪ મિ.મી., પાટણના ચનાસમામાં ૮૪ મિ.મી., બનાસકાંઠાના દાંતીવાડામાં ૮૩ મિ.મી., મહેસાણાના ખેરાલુમાં અને બનાસકાંઠાના દાંતામાં ૮૧ મિ.મી., મોરબીના હળવદમાં અને પાટણના સામીમાં ૮૦ મિ.મી., સુરતના પલસાણામાં ૭૮ મિ.મી., આણંદના સોજીત્રામાં ૭૭ મિ.મી., પાટણના હારીજમાં ૭૬ મિ.મી., ગીર સોમનાથના તલાલામાં અને  મહેસાણાના વડનગરમાં ૭૫ મિ.મી., વરસાદ નોંધાયો છે. જયારે રાજ્યના અન્ય ૩૦ તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયા હોવાના એહવાલ છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૯.૨૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૪૪.૮૦ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૭.૩૮ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૯૪.૨૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૭.૨૩ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં ૯૪.૫૬ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.
.....
 
સવારે ૬ થી બપોરે ૧૨ કલાક સુધીમાં ૧૧૩ તાલુકાઓમાં વરસાદ: કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં સૌથી વધુ ૪ ઇંચ વરસાદ
 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ સવારે ૬ થી બપોરે ૧૨ કલાક સુધીમાં ૧૧૩ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં ૧૧૧ મિ.મી., એટલે કે ૪ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબીના માળિયામાં ૮૬ મિ.મી., મિ.મી.,  હળવદમાં ૭૩ મિ.મી., અને મોરબીમાં ૬૬ મિ.મી., અને ટંકારામાં ૫૧ મિ.મી.,  એમ ૪ તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયા હોવાના એહવાલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વરસાદની આફત વચ્ચે દક્ષિણ ગુજરાતમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાયો