Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં 15 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ નવા નિયમ પ્રમાણે દંડ નહીં ફટકારી શકે

ગુજરાતમાં 15 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ નવા નિયમ પ્રમાણે દંડ નહીં ફટકારી શકે
, બુધવાર, 18 સપ્ટેમ્બર 2019 (14:38 IST)
ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમના અમલને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ફળદુએ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા કહ્યું હતું કે ટ્રાફિકના નવા નિયમોના અમલની સમયમર્યાદા 15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને હેલમેટ ખરીદવામાં અને પીયુસી કાઢવામાં પડતી અગવડતાની ફરિયાદો સરકારને મળ્યા બાદ આ અંગે ચર્ચા-વિચારણા કરીને આ નિર્ણય કરાયો છે. 15 ઓક્ટોબર સુધી હેલમેટ ન પહેરનાર અને પીયુસી ન ધરાવનાર વાહન ચાલકોને જૂના નિયમ પ્રમાણે 100 રૂપિયા દંડ ભરવો પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

INDvSA 2ND T20I: જાણો બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન કેવી હોઈ શકે