Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વસંત પંચમી એટલે વણજોયું મૂહુર્ત, 4 મહાનગરોમાં 7 હજારથી વધુ લગ્ન, બેંકેટ હોલ, ફાર્મ હાઉસ થયા ફૂલ

વસંત પંચમી એટલે વણજોયું મૂહુર્ત, 4 મહાનગરોમાં 7 હજારથી વધુ લગ્ન, બેંકેટ હોલ, ફાર્મ હાઉસ થયા ફૂલ
, શનિવાર, 5 ફેબ્રુઆરી 2022 (10:19 IST)
આજે 5 ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમીના દિવસે વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે. પરંતુ કોરોનાના વધતા જતા કેસના લીધે સામૂહિક મેળવડા અને લગ્ન પ્રસંગોમાં 150 લોકોને એકઠા થવાની છૂટ આપવામાં આવી હતી. જોકે સરકારે નવી ગાઈડલાઈન્સમાં ખુલ્લામાં લગ્નના આયોજન પર 300 સુધી મહેમાનોને બોલાવવાની મંજૂરી આપી છે. 
 
આજે વણજોયું મૂહુર્ત હોવાથી ચારેય મહાનગરોમાં 7 હજારથી વધુ લગ્નો યોજાઇ રહ્યા છે. શહેરના તમામ ડેકોરેશન, ફાર્મ હાઉસ અને બેંકેટ હોલનું બુક થઇ ચૂક્યા છે. તો બીજી તરફ લોકો જે લોકોને લગ્ન માટે બુકિંગ મળ્યું નથી તે પાર્ક અને આસપાસની સ્કૂલોમાં લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે. વસંત પંચમીનું વણજોયું મુર્હુત હોવાથી એક મહિના પહેલાં એડવાન્સ બુકિંગ થઇ ગયું હતું. આ વખતે કોરોના સંક્રમણના લીધે રાત્રિ કર્ફ્યુંની અસર લગ્નના મુર્હુત પર પડી રહી છે. 
 
આ વખતે રાત્રે લગ્નો દિવસે જ યોજાઇ રહ્યા છે. એટલા માટે મોટાભગના ફાર્મ હાઉસ અને બેંકેટ હોલ દિવસ માટે બુક છે. ફાર્મ હાઉસ અને બેંકેટ સંચાલકોએ રાત્રે વાગ્યા સુધીનું બુકિંગ લીધું છે. તો બીજી તરફ જે લોકોએ દિવસ્માં ત્રણ શિફ્ટમાં બેંડ વગેરે બુક કરાવ્યા છે અને બેંકેટ હોલ અને ફાર્મ હાઉસ 10 વાગ્યા પહેલાં ખાલી કરવા સૂચના આપવામાં આવી છે.  
 
વસંતપંચમીના દિવસે અમદાવાદ શહેરમાં ખૂબ લગ્ન છે. તમામ પાર્ટી પ્લોટ અને હોલ બુક થઈ ગયા છે. કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, બંધ હોલમાં 150 લોકોની મર્યાદા તથા ખુલ્લા સ્થળે 300 લોકોની મર્યાદા કરવામાં આવી છે. 
  
અમદાવાદમાં ક્રિષ્ના ઇવેન્ટ એન્ડ વેડિંગ પ્લાનરના સંચાલક નવિન શાહ અને મિથિલેશ જૈને જણાવ્યું હતું કે વસંતપંચમીના દિવસે મારે 16 લગ્નનો ઓર્ડર છે. ક્યાંય પણ લગ્ન બંધ હોય એવું નથી. જોકે નાઇટ કર્ફ્યૂને કારણે રાત્રે 10 વાગ્યે વરઘોડો કાઢી શકાય એમ ન હોવાથી આ તમામ લગ્ન દિવસે યોજાશે. પહેલી અને બીજી લહેર જેવો ખૌફ નથી. લોકો કોરોનાની ત્રીજી લહેરમાં લગ્નો બંધ રાખવાની જગ્યાએ નજીકના સંબંધીઓની હાજરમાં લગ્નો યોજી રહ્યા છે. પૈસાદારો રિસોર્ટ અને ડિસ્ટિનેશન વેડિંગ પસંદ કરી રહ્યા છે.
 
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ખૂબ ઓછા લગ્નો લેવાયા હતા. જેના કારણે છૂટક મજૂરી કરતા લોકોને અસર પડી હતી.  કોરોના સંક્રમણને કારણે આખી ઈન્ડસ્ટ્રી પર મોટી ઘાત આવી છે. સરકાર દ્રારા 150 થી વધારી 300 છૂટ આપવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 
 
રાજ્યના ચાર મોટા શહેરોમાં આજના દિવસે 7 હજારથી વધુ લગ્નોનું આયોજન થઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં હજારથી પંદરસો માણસોનું આયોજન કરતા હતા ત્યાં માત્ર 200 લોકો માટેનું આયોજન થઈ રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જસદણમાં બે બાળકના પિતાએ 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી 6 માસ સુધી શારીરિક શોષણ કર્યું