Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાઘોડિયાના ટીંબી ગામના યુવકે પ્રેમિકાને મંગળસૂત્ર પહેરાવી સેલ્ફી લઈને એકસાથે કેનાલમાં ઝંપલાવ્યું

વાઘોડિયાના ટીંબી ગામના યુવકે પ્રેમિકાને મંગળસૂત્ર પહેરાવી સેલ્ફી લઈને એકસાથે કેનાલમાં ઝંપલાવ્યું
, સોમવાર, 9 ઑગસ્ટ 2021 (08:59 IST)
વાઘોડિયાના નાનકડા ટીંબી ગામના પ્રેમી પંખીડાઓએ સાથે ના જીવી શકવાના કારણે સાથે મરવાનું પસંદ કરી પ્રેમિકાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર પૂરી આ જુવાન હૈયાઓએ કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલુ કર્યુ હતું. યુવાન હૈયાએ કરેલા આપઘાતથી નાનકડા ગામમા શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં બન્નેની ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરવામાં આવી છે.વિભા ઉર્ફે ગૌરી શામળભાઈ ગોહિલ (19)તથા જયદીપભાઇ બુદ્ધિસાગર ગોહિલ (21) એકબીજાના પ્રેમમાં પડી સાથે જીવવાના કોલ કર્યા હતા. પરંતુ પરિવાર અને સમાજ તેના સંબંધોને સ્વીકારશે નહિ તેમ સમજી બંને પ્રેમી પંખીડાએ ભાગી જવાનું પસંદ કર્યુ હતું. નક્કી કર્યા મુજબ જયદિપ બાઈક પર બેસાડી વિભા ઉર્ફે ગૌરીને ગત રોજ લઈ ગયો હતો. બંનેએ પોતાની પાસે આધારકાર્ડ, નવા કપડા, મંગળસૂત્ર, સિંદુર લઈ ખંડીવાડા અને અડીરણ વચ્ચે મુખ્ય નર્મદા કેનાલ પાસે આવી બાઈક થંભાવી હતી. જ્યાં પ્રેમીએ પોતાની સાથે લાવેલ સિંદુરથી પ્રેમિકાનો સેંથો પૂર્યો હતો. ગળામાં મંગળસૂત્ર પહેરાવી પોતાના આત્માની સાક્ષીએ ગાંધર્વ લગ્ન કરી પતિ-પત્ની બની ગયા હતા. બંનેએ એકબીજાના ફોટા મોબાઈલમાં સેલ્ફી લીધી હતી. છેલ્લી ઘડીની સેલ્ફી લીધા બાદ આ બંને પ્રેમીપંખીડાઓએ ધસમસતા કેc હતું.

બંને પ્રેમી પંખીડાઓએ પોતાનો સામાન, મોબાઈલ, કપડાની થેલી, પર્સ બધું જ કેનાલ પાસે પાર્ક કરેલી બાઈકની પાસે મૂક્યું હતું.બીજી તરફ જયદિપના પરિવારે પોલીસમાં પુત્ર ગુમ થયા અંગે જાણકારી આપી હતી. તો અડીરણ કેનાલ પાસેથી મળી આવેલ પર્સ, બંનેના મોબાઈલ, કપડાંની થેલી અને બાઈક પરથી પોલીસે આપઘાત કર્યાનું જણાઈ આવતા પરિવારને જાણકારી આપી હતી. ફાયરબ્રિગેડ દ્વારા નર્મદા કેનાલમાં બંને પ્રેમીપંખીડાની શોધખળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી સફળતા મળી શકી નથી. સાથે જીવીના શકાય તો કાંઈ નહિ, સાથે મરી તો શકાય, દાંપત્યના ઉંબરે આવી નવવધુ અને વર બની પ્રેમીપંખીડાએ આ ફાની દુનિયાને અલવિદા કહેતા જુવાનજોધ પુત્ર અને પુત્રીના પરિવારના લોકોના આંખના આસું સુકાઈ નથી રહ્યા.નાનકડા ગામમાં બનેલ બનાવથી ગામ હિંબકે ચઢ્યું છે. કેનાલમાંથી મૃતદેહ ન મળતાં પાણીના પ્રવાહને જોતા આ પ્રેમીપંખીડાના મૃતદેહ પંચમહાલની હદમાં તણાઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જયદિપના પરિવાર તેની સગાઈ વાઘોડિયાના અંબાલી ગામે કરી હતી. જ્યારે વિભા ઉર્ફે ગૌરીની સગાઈ શેરખી (સિંધરોટ) ગામે કરી હતી. જેથી બંને એકબીજા સાથે લગ્ન કરી શકશે નહીં તેમ જણાતાં આખરે અંતિમ પગલું ભરવાનું નક્કી કરી કેનાલમાં ઝંપલાવી દીધું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાવરકુંડલા નજીક સર્જાયો કરૂણ અકસ્માત, 9 લોકોના ઘટનાસ્થળે જ મોત, 4ને ઇજા