Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

થોભી જશે બસના પૈડા, હવે જીએસઆરટીસીના કર્મચારીઓ આંદોલનના મૂડમાં

GSRTC
, મંગળવાર, 20 સપ્ટેમ્બર 2022 (15:54 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓ પૂરી કરાવવા માટે આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનકારીઓનો ભારે મોટો જમાવડો જોવા મળી રહ્યો છે. 
 
રાજ્યમાં વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગો અને જૂની પેંશન યોજના લાગુ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે, તો બીજી તરફ જગતનો તાત પણ સરકાર સામે બાંયો ચઢાવી બેઠો છે. ત્યારે હવે એસટી વિભાગના કર્મચારીઓએ સરકાર સામે પડ્યા છે.
 
અમદવાદ સહિત રાજ્યભરના એસ ટી વિભાગના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે.આજથી  ગીતામંદિર બસ સ્ટેન્ડ સહીત રાજ્યના દરેક એસ.ટી ડેપો પર રિસેસ દરમિયાન કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર વિરુદ્ધ સૂત્રચ્ચાર કર્યા હતાં. પોતાની પડતર માંગણીઓને લઇને અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ દર વખતે સરકાર તરફથી માત્ર કોણીએ ગોળ લગાવવામાં આવે છે અને માંગણીઓ પૂરી કરવામાં આવતી નથી.
 
જ્યાં સુધી સરકાર પડતર માંગો નહિ સ્વીકારે ત્યાં સુધી નક્કી કરેલા કાર્યક્રમો મુજબ આંદોલન કરશે. આ સાથે જ એસટી કર્મચારીઓએ 22 તારીખ મધ્ય રાત્રિથી રાજ્યભરમાં એસટી બસના પાઈળ થંભાવી દેવાની ચીમકી આપી છે. 
 
અમદાવાદ એસટી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે, 22 તારીખ મધ્યરાત્રિથી એસટી બસના પૈડા થંભી જશે.જ્યાં સુધી સરકાર પડતર માંગો નહિ સ્વીકારે ત્યાં સુધી નક્કી કરેલા કાર્યક્રમો મુજબ આંદોલન કરશે, બેઠકમાં આંદોલનની રણનીતિ નક્કી કરાઇ તે દરમિયાન આંદોલન કાર્યક્રમ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હીના ડે.CM મનીષ સિસોદિયા 6 દિવસ ઉત્તર ગુજરાતમાં યાત્રા યોજશે, આવતીકાલે સાબરમતી આશ્રમથી યાત્રા શરૂ થશે