Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કોવિડ વિરોધી રસીના 20 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા, દેશમાં 2.3 કરોડથી વધારે

ગુજરાતમાં કોવિડ વિરોધી રસીના 20 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા, દેશમાં  2.3 કરોડથી વધારે
, બુધવાર, 10 માર્ચ 2021 (11:27 IST)
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 581 દર્દીઓનોંધાયા હતા. તેની સામે 453 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યાં છે. જો કે, રાજ્યમાં કુલ 2,66,766 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 97.17 થઇ ચુક્યો છે. આ ઉપરાંત 1,08,226 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. 
 
અત્યાર સુધીમાં કુલ 16,53,705 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 3,85,709 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. એમ કુલ આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,30,426 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
 
રાજય સ૨કા૨ના આરોગ્ય વિભાગની અસ૨કા૨ક અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે અને કોરોલાના કેસો કાબુમાં આવ્યા હતા. જો કે હવે ફરી એકવાર કોરોનાની સ્થિતી ગંભીર બની રહી છે. રાજયમાં અરવલ્લી, બોટાદ, ડાંગ અને પોરબંદર એમ કુલ 04 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 581 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 453 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 97.17 ટકા જેટલો છે. આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે 2,66,766 કુલ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
 
જો રાજ્યમાં એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3338 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 43 છે. જ્યારે 3295 લોકો સ્ટેબલ છે. 2,66,766 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,418 લોકોનાં મોત નિપજ્યા છે. આજે કોરોનાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનનાં 1 સહિત ગુજરાતમાં કુલ 2 લોકોનાં મોત નિપજ્યાં છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં સતત દૈનિક ધોરણે કોવિડના નવા કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી 84.04% દર્દીઓ આ રાજ્યોમાંથી જ નોંધાયા છે.
 
છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 15,388 દર્દીઓ સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસ નોંધાયા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં નવા 8,744 કેસ પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળમાં દૈનિક ધોરણે નવા 1,412 જ્યારે પંજાબમાં નવા 1,229 કેસ નોંધાયા છે. ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા આજે 1,87,462 સુધી પહોંચી છે. ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી અત્યારે સક્રિય કેસની સંખ્યા 1.67% રહી છે.
 
 છેલ્લા 24 કલાક દરમિયાન નવા કેસના વિતરણનો ચિતાર આપે છે. છેલ્લા 24 કલાકમાં ચાર રાજ્યો- અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરામાં કોવિડ-19નો એકપણ નવો કેસ નોંધાયો નથી જ્યારે ત્રણ રાજ્યો- મહારાષ્ટ્ર, પંજાબ અને કેરળમાં કોવિડ-19ના 1000થી વધારે નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. સમગ્ર દેશમાં 16 જાન્યુઆરી, 2021ના રોજથી શરૂ કરવામાં આવેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતમાં ભારતે નોંધનીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 20 લાખથી વધારે લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના મેયર તરીકે કિરીટ પરમાર,ગીતા પટેલ ડેપ્યુટી મેયર, હિતેશ બારોટની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિમણુંક કરાઈ