Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે માસ્ક નહી પહેરનારને દંડ 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા હાઇકોર્ટ સમક્ષ રજૂઆત

હવે માસ્ક નહી પહેરનારને દંડ 1,000  થી ઘટાડીને રૂપિયા 500 કરવા હાઇકોર્ટ સમક્ષ રજૂઆત
, મંગળવાર, 22 જૂન 2021 (12:30 IST)
ગુજરાતમાં બીજી લહેર લગભગ ખતમ થવા આવી છે. કોરોનાના ઘટતા કેસ અને વધતા વેક્સીનેશને ધ્યાનમાં રાખીને લોકોએ માસ્ક ન પહેરવા પર દંડની રકમને ઘટાડવાની માંગ કરી છે. ગુજરાત સરકાર પણ આ પ્રકારની રજૂઆત કરવા સરકારના સંબધિત વિભાગને સુચના આપી દીધી છે. જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહિ પહેરવા બદલનો દંડ રૂ. 1,000 થી ઘટાડીને રૂ 500 કરવા ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૂચના આપી છે.
 
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સુચના અન્વયે રાજ્ય સરકાર આજે ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક નહિ પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા રજૂઆત કરશે.
 
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહિ પહેરવા બદલનો દંડ રૂ. 1,000 થી ઘટાડીને રૂ 500 કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપી છે.
 
 તદ્દ અન્વયે ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક નહિં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા માટે રાજ્ય સરકાર રજૂઆત કરશે.
 
ગુજરાતમાં એક તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવા સમયે ગુજરાત સરકારે મહ્તવનો નિર્ણય કર્યો છે. ગુજરાતમા માસ્ક નહી પહેરનારા પાસેથી હાલમાં જે દંડ વસૂલવામા આવે છે તેમાં ઘટાડો કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. આ માટે ગુજરાત સરકાર, આજે ગુજરાત હાઈકોર્ટમાં માસ્ક નહી પહેરનારાઓ માટે નક્કી કરાયેલા દંડની રકમમાં ઘટાડો કરવાની રજૂઆત કરશે.  દંડની રકમમાં 50 ટકા એટલે કે, રૂપિયા 1000ને બદલે રૂપિયા 500 કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. સરકારના આ નિર્ણયને કાનુની સ્વરૂપ મળી રહે તે માટે, ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, સરકારના સંબધિત વિભાગોને સુચના આપી દીધી છે.
 
કો માસ્ક ના પહેરે તેમની પાસેથી દંડ વસૂલવાના સમયે ઉગ્ર રકઝક અને ક્યાક પોલીસ કાર્યવાહી સુધીના કિસ્સા સામે આવી રહ્યાં છે. ગુજરાત સરકારના આ નિર્ણય સામે પ્રજા તરફથી કેવો પ્રતિસાદ સાપડે છે તે જોવુ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sharad Pawar સાથે વિપક્ષી નેતાઓની મોટી બેઠક, PM Narendra Modi વિરુદ્ધ ત્રીજા મોરચાની તૈયારી ?