Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરામાં કોરોના ઓમિક્રોન વેરિયન્ટના BA.5 નો પ્રથમ કેસ નોંધાયો દર્દી સાજો થઇ વિદેશ જતો રહ્યો

વડોદરામાં કોરોના ઓમિક્રોન વેરિયન્ટના BA.5 નો પ્રથમ કેસ નોંધાયો દર્દી સાજો થઇ વિદેશ જતો રહ્યો
, મંગળવાર, 24 મે 2022 (12:33 IST)
વડોદરામાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના પેટા પ્રકાર BA.5નો પ્રથમ એક કેસ નોંધાયો છે. જો કે રાહતની વાત એ છે કે દર્દી સાજો થઇને સાઉથ આફ્રિકા પરત ફરી ચુક્યો છે. 
 
કોરોનાની ત્રીજી લહેરે પર વિદાય લીધી છે. પરંતુ હજુ તેના નવા વેરિયન્ટ ક્યાંકને ક્યાંક દેખા દઇ રહ્યા છે. ત્યારે ગત 1 મે ના રોજ સાઉથ આફ્રિકાથી વડોદરા આવેલ 29 વર્ષના યુવકને કોરોનાના લક્ષણો જણાતા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેથી તેને ક્વોરન્ટિન કરવામાં આવ્યો હતો અને 9 મે ના રોજ તેનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી થોડા દિવસ બાદ તે સાઉથ આફ્રિકા પરત પણ ફર્યો હતો. 
 
કોરોના પોઝિટિવ યુવકના સેમ્પલને વધુ તપાસ માટે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. જેના જિનોમ સિક્વન્સિંગમાં યુવક ઓમિક્રોન BA.5 પેટા પ્રકારથી સંક્રમિત થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ સેમ્પલને વધુ તપાસ માટે હૈદરાબાદ ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે. 
 
ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકાના યુવકના સંપર્કમાં આવેલા કોઇને પણ કોરોનાના લક્ષણો જણાયા નથી. સંક્રમિત યુવકને પણ તાવ, ઠંડી લાગવી, ખાસી, શરદી જેવા લક્ષણો જવા મળ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BJP નેતાઓ-સભ્યોને ચૂંટણી પહેલાં 200 કરોડ રૂપિયા એકઠા કરવાનું ટાસ્ક