Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત: LPG સિલિન્ડર ભરેલી ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, ગેસ સિલિન્ડર ઉછળ્યા, તમામ બાળકો સુરક્ષિત

સુરત: LPG સિલિન્ડર ભરેલી ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, ગેસ સિલિન્ડર ઉછળ્યા, તમામ બાળકો સુરક્ષિત
, ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (11:10 IST)
સુરતના ઓલપાડ તાલુકામાં એક એલપીજી ટ્રક અને અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માતના સમાચાર પ્રાપ્ત થયા છે. મળતી માહિતી અનુસાર ગુરૂવારે સવારે એક એલપીજી ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ ભીષણ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. રાહતના સમાચાર એ છે કે બસમાં બેઠેલા તમામ બાળકો સુરક્ષિત છે. આ ઘટના સુરતના ઓલપાદ રોડ પર સર્જાઇ હતી. મળતી માહિતી અનુસાર ફાયર બ્રિગેડની બે ગાડીઓએ આગ પર કાબૂ મેળવી લીધો છે. બીજી તરફ બસમાં બેઠેલા તમામ બાળકોને સુરક્ષિત રીતે બસની બહાર કાઢી લેવામાં આવ્યા છે. 
webdunia
સીલીન્ડર બ્લાસ્ટથી ટ્રકમાં આગ લાગતા આગની ઝપેટમાં રીક્ષા,બે ટ્રક,આઈસર અને વિદ્યાર્થી ભરેલી બસ આવી ગયા હતાં. જોકે બસ ડ્રાયવરની સમય સુચકતા ના કારણે 20 થી વધુ બાળકોને બચાવાયા હતા .આગના પગલે સ્ટેટ હાઈવે બંધ કરી દેવાયો હતો પોલીસ પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. 
 
ગુરૂવારે વહેલી સવારે એલપીજી સિલિન્ડર ભરીને જઈ રહેલી ટ્રક સાથે સામાન્ય ટકરાતા ગાડી પલટી મારી ગઈ હતી. ત્યારબાદ ટ્રકમાના સિલિન્ડર હવામાં ઉછળ્યા અને ધડાકાભેર ફૂટ્યા હતાં. અવાજ એટલો મોટો હતો કે  આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં.
webdunia
અકસ્માતના પગલે થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. આગ પર કાબુ મેળવી લેવાયા બાદ જો કે રસ્તો ખુલ્લો કરાયો હતો. આગની જાણ થતા ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ૪ લાખ કુશળ વેલ્ડિંગ વ્યાવસાયિકોની અછત, વૈશ્વિક સ્તરે ગુજરાત પાછળ