Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

31મી ઓક્ટોબરે PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સફારી પાર્કનું ઉદ્ઘાટન કરશે

31મી ઓક્ટોબરે PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સફારી પાર્કનું ઉદ્ઘાટન કરશે
, મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (16:13 IST)
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 31મી ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સફારી પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. જેમાં તાપી જિલ્લાના વન વિભાગ દ્વારા જંગલમાંથી મળેલ વેસ્ટ લાકડામાંથી વિવિધ પ્રાણીઓ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે. જે આ સફારી પાર્કમાં લોકોમાં વન્ય જીવન અંગે જાગૃતિ આવે તે હેતુસર મુકવામાં આવનાર છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ માં ફરવા માટેનું એક રમણીય સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. જેમાં રિવર ક્રાફ્ટિંગ બાદ હવે સફારી પાર્કનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જેમાં મહત્વની વાત એ છે કે આ સફારી પાર્કમાં તાપી જિલ્લાના વનવિભાગ દ્વારા જંગલમાં પડી ગયેલા અને વેસ્ટ પડી રહેલ આ પ્રકારના લાકડાઓમાંથી બનાવેલ પ્રાણીઓના અલગ અલગ સ્ટેચ્યુ અહીં સફારી પાર્કમાં મુકવામાં આવશે.

આ અંગે તાપી જિલ્લા વન વિભાગના ડી.સી.એફ આંનદ કુમાર કહે છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવે સફારી પાર્ક ખાતે લોકોને વન્ય જીવન અંગે માહિતી મળી રહે અને વન્ય પ્રાણીઓનું મહત્વ સમજાય તે હેતુસર આ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે. આ તમામ સ્ટેચ્યુ તાપીના જંગલોમાંથી વેસ્ટ પડી રહેલા લાકડામાંથી બનાવવામાં આવ્યા છે.જંગલોમાંથી સૌપ્રથમ આવા વેસ્ટ લાકડાઓને એક જગ્યાએ એકઠા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કટિંગ કરીને કારીગરો દ્વારા વિવિધ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે. જેમાં સિંહ ,વાઘ ,દીપડો, મોર, ચિત્તો, ગેંડો અને અન્ય ઘણા બધા પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેચ્યુ બારડોલી કડોદ ખાતે તૈયાર કરવામાં આવ્યા છે અને 31 મી ઓક્ટોમ્બરે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન થનારા સફારી પાર્ક ખાતે મોકલી પણ આપવામાં આવ્યા છે.આ એક ખુશીની અને ગર્વ લેવા જેવી વાત છે કે આ પ્રકારના સ્ટેચ્યુ વન વિભાગ દ્વારા મુકવામાં આવી રહ્યા છે અને તે પણ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#100WOMEN : આ વર્ષે વિશ્વની 100 પ્રભાવશાળી મહિલાઓમાં સામેલ છે આ ભારતીય નારીઓ