Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GSEB 12th Result 2023 - ધો. 12 સા.પ્રવાહનું પરિણામ 25મેથી 5 જૂન વચ્ચે જાહેર થઈ શકે, કામગીરી અંતિમ તબક્કામાં

GSEB HSC Result 2023 Date
, ગુરુવાર, 18 મે 2023 (15:45 IST)
HSC Result 2023 Date
ધોરણ 12 સા.પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ગણતરીના દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર થઈ શકે છે
 
ગુજરાત બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા 1130 વિદ્યાર્થીઓ સીસીટીવીમાં ઝડપાયા
 
ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. હવે સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે આગામી 25મેથી 5મી જૂન વચ્ચે પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ધોરણ 10નું પરિણામ ગણતરીના દિવસોમાં જ જાહેર થઈ જશે. હાલમાં શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. વિદ્યાર્થીઓ પણ પરિણામની આતુરતા પૂર્વક રાહ જોઈને બેઠા છે. 
 
પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયાં
બીજી તરફ માર્ચ-2023માં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે  બેઠક વ્યવસ્થા સીસીટીવી કેમેરાથી સજ્જ વર્ગખંડમાં કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં કરેલી ગેરરીતિમાં બોર્ડના ફ્લાઈંગ સ્ક્વોડમાં છટકી ગયેલા વિદ્યાર્થી હવે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં ઝડપાઇ ગયા છે. જેના આધારે ધોરણ-10 અને 12ની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ ઝડપાઈ ગયાં છે. 
 
શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષા કરવામાં આવશે
ગેરરીતિ રોકવા માટે બનાવવામાં આવેલી અધિકારીની ફ્લાઇંગ સ્ક્વોડ માત્ર 60 વિદ્યાર્થીને જ પકડી શકી છે.વર્ગખંડમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાની ચકાસણી બાદ બોર્ડે ગેરરીતિના કેસ અલગ તારવ્યા છે. જેના કારણે જે તે વિદ્યાર્થીનાં પરિણામો અનામત રાખવામાં આવશે. હવે પછી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીને નોટિસ આપીને બોર્ડના અધિકારીઓ સમક્ષ બોલાવાશે અને તેમનો ખુલાસો મેળવાયા બાદ  તેમના જવાબના આધારે ગેરરીતિના કેસ માટે નિયત કરેલા નિયમોનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષા કરવામાં આવશે.
 
ધોરણ-10 અને 12ના વિદ્યાર્થી ઝડપાયા
ધો.10ની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજના આધારે 759 કેસ અને સ્ક્વોડ, સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક દ્વારા 29 કેસ કરાયા છે. ધો.12 સાયન્સમાં સીસીટીવી ફૂટેજના આધારે 26 અને સ્કવોડ, સ્થળ સંચાલક તથા ખંડ નિરીક્ષક દ્વારા નવ કેસ કરાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સીસીટીવી ફૂટેજના આધારે 345, અન્ય દ્વારા 22 કેસ કરાયા છે. તેમાં સ્ક્વોડ, સ્થળ સંચાલક કે ખંડ નિરીક્ષક દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરતા ધોરણ-10 અને 12ના માત્ર 60 વિદ્યાર્થી પકડાયા છે. જ્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં, ગેરરીતિ કરતા 1130 ધોરણ-10 અને 12ના વિદ્યાર્થી ઝડપાયા છે. જોકે ગેરરીતિમાં પકડાયેલા કુલ 1190 વિદ્યાર્થીને શિક્ષણ બોર્ડ દ્વારા તેમને જવાબ રજૂ કરવાની તક આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ચેતવણીઃ કોઈ સલીમ સુરેશ બનીને બેન દિકરીયોને ફંસાવશે તો સાંખી નહીં લેવાય