રાજવી પરીવારોનું પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે સન્માન થવું જોઈએ: શંકરસિંહ વાઘેલા
, ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (11:20 IST)
સરદાર પટેલની પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને રાજવી પરિવારોના સન્માનની માંગ કરી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહે વાઘેલાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીએ આપણા રાષ્ટ્રની એકતાનું પ્રતિક છે. આગામી પેઢી એકતાના વાસ્તવિક અર્થને સમજી શકે એ માટે સરદાર પટેલના કહેવાથી તે સમયે પોત-પોતાનું રજવાડું ત્યાગી દેનારા રાજવી પરીવારોનું પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે સન્માન થવું જોઈએ.વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વતંત્રતાના સમયમાં દેશભરના 562થી વધારે રજવાડાઓ અને શાહી પરીવારોએ અખંડિત ભારતની રચના માટે ગાંધીજી અને સરદારની પ્રેરણાથી તેમના રાજવાડાનું બલિદાન આપ્યું હતું. તે સમયે ફક્ત સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી જ 222 ઉપરાંતના રજવાડાઓ હતા જેમણે ભારત સંઘમાં વિલીન થયા જેને રાષ્ટ્રમાં આવેલાં મોટા ત્યાગના પ્રતીક તરીકે ઓળખાય છે.
આગળનો લેખ