Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડાપ્રધાન મોદીના વતન વડનગરમાંથી સાત પ્રાચીન સાંસ્કૃતિક સ્તર મળ્યા

Seven ancient cultural layers were found in Vadnagar
, બુધવાર, 17 જાન્યુઆરી 2024 (11:57 IST)
Seven ancient cultural layers were found in Vadnagar

- વડનગરમાં 2,800 વર્ષ પ્રાચીન માનવ વસવાટના અવશેષો પણ મળ્યા
-  મધ્ય એશિયાના યોદ્ધાઓ દ્વારા ભારત પર વારંવારના આક્રમણો
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાંથી પ્રાચીન સાત સાંસ્કૃતિક સ્તર મળ્યા છે. જેમાં વડનગરમાં 2,800 વર્ષ પ્રાચીન માનવ વસવાટના અવશેષો પણ મળ્યા છે. IIT ખડગપુર, ASI, PRL તથા JNUના સંશોધકોને મોટી સફળતા મળેલી છે. જેમાં પાંચ વર્ષથી થઈ રહેલા ઉત્ખનન બાદ એક બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. તેમાં સાત સાંસ્કૃતિક સ્તર શોધી કાઢવામાં આવ્યા છે.

આઇઆઇટી ખડગપુર, આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (ASI), ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) તથા ડેક્કન કોલેજના સંશોધકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર ગામમાં 2800 વર્ષ પ્રાચીન માનવ વસવાટના અવશેષો મળી આવ્યા છે. ASI વડનગરમાં 2016થી કાર્યરત છે અને તેમણે 20 મીટરની ઊંડાઇ સુધી ખોદકામ કર્યું છે.

વડનગરનો ઈતિહાસ ઘણો જૂનો છે. સાત સાંસ્કૃતિક સ્તર શોધી કાઢવામાં આવ્યા છે, જે પૈકી સૌથી જૂનું સ્તર 2800 વર્ષ પ્રાચીન છે.IIT ખડગપુર દ્વારા એક નિવેદનમાં જણાવ્યાનુસાર વડનગર ખાતે પુરાતત્વીય ખોદકામનો અભ્યાસ એ પણ સૂચવે છે કે આ 2800 વર્ષ દરમિયાન વિવિધ સામ્રાજ્યોના ઉદય અને પતન તેમજ મધ્ય એશિયાના યોદ્ધાઓ દ્વારા ભારત પર વારંવારના આક્રમણો વરસાદ અથવા દુષ્કાળ જેવા આબોહવા સંબંધિત ગંભીર ફેરફારોને કારણે થયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચાર-ચાર બંગડીવાળી ગીત ગાવુ કિંજલ દવેને મોંઘુ પડ્યું, 1 લાખનો દંડ ભરવો પડશે