Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

173 kg of drugs were seized
પોરબંદર , સોમવાર, 29 એપ્રિલ 2024 (16:55 IST)
173 kg of drugs were seized
અરબી સમુદ્રમાં ગઇકાલે 14 પાકિસ્તાનીઓને 600 કરોડની કિંમતના 86 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ આજે વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. એક બોટમાંથી બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ઝડપાયેલા બન્ને શખ્સોને પોરબંદર લાવવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડ દ્વારા આ વિગતો આપવામાં આવી છે. 
 
14 ક્રૂ સાથે રૂ. 600 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
પોરબંદર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે 28 એપ્રિલે દરિયામાં ગુપ્ત માહિતી આધારે એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ સાથે રૂ. 600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યું હતું. આ ઓપરેશન જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ સહયોગ કર્યો હતો. જે સફળ ઓપરેશનમાં પરિણમ્યું હતું.ઓપરેશનને સફળ કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને એર ક્રાફટ મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા. ICG જહાજ રાજરતન, જેમાં NCB અને ATS અધિકારીઓ હતા, તેણે શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હી-NCRમાં વરસાદનું એલર્ટ, તેજ પવન ફૂંકાશે, 5 મે સુધી હવામાનની સ્થિતિ