Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખાનગી સ્કૂલોએ પ્રથમ ધોરણમાં RTE હેઠળ 25 ટકા ગરીબ પરિવારના બાળકોને પ્રવેશ આપવા રાજ્ય સરકારનો પરિપત્ર

ખાનગી સ્કૂલોએ પ્રથમ ધોરણમાં RTE હેઠળ 25 ટકા ગરીબ પરિવારના બાળકોને પ્રવેશ આપવા રાજ્ય સરકારનો પરિપત્ર
, ગુરુવાર, 13 ઑગસ્ટ 2020 (17:51 IST)
ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ એટલે કે રાઈટ ટૂ એજ્યુકેશન મુજબ ધોરણ 1 માં 25 ટકા બાળકોને પ્રવેશ આપવો પડશે. જેને લઈ રાજ્ય સરકારે પરિપત્ર બહાર પડ્યો છે. ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા મુજબ વિના મૂલ્યે ધો-1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. 19થી 29 ઓગસ્ટ દરમિયાન rte.orpgujarat.com વેબસાઇટ પર આવેદન કરી શકાશે. 31 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મની ચકાસણી કરી એપ્રૂવ કે રીજેક્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. પ્રવેશ પ્રક્રિયામાં 11 સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે. RTE અંતર્ગત નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક, બાલ ગૃહના બાળકો, બાળમજૂર કે સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદ બુદ્ધિ કે સેરેબલ પાલ્સી ધરાવતા બાળકો, RTEમાં સારવાર લેતા બાળકો, શહીદ થયેલા લશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો સહિત જુદી-જુદી 13 કેટેગરી રાખવામાં આવી છે જે તમામ માહિતી વેબસાઈટ પર જોવા મળશે. બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા દોઢ લાખની આવક મર્યાદા લાગુ પડશે.

પ્રવેશ માટે અગત્યની તારીખો
ડોક્યુમેન્ટ એકત્ર કરવા માટેના દિવસો તા. 7 થી 18 ઓગસ્ટ
ઓનલાઈન ફોર્મ ભરવાના દિવસો તા. 19 થી 29 ઓગસ્ટ
ઓનલાઈન ફોર્મની ચકાસણી તા‌.31 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર
પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર થવાની તારીખ તા. 11 સપ્ટેમ્બર

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટેક્સ સિસ્ટમ - જાણો પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ પર દેશ પાસે શુ માંગ્યુ