Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આર્થિક રીતે પછાત વર્ગની 70 દીકરીઓને મળશે સ્કોલરશિપનો લાભ પ્રાપ્ત થશે

આર્થિક રીતે પછાત વર્ગની 70 દીકરીઓને મળશે સ્કોલરશિપનો લાભ પ્રાપ્ત થશે
, ગુરુવાર, 8 જુલાઈ 2021 (10:48 IST)
આર્થિક કટોકટી એ કોવિડ-19 રોગચાળાના સૌથી ખરાબ વિનાશકારી પરિણામો પૈકીનું એક છે. સમાજના સૌથી નીચલા તબક્કાના પરિવારો તેનાથી સૌથી વધુ પ્રભાવિત થયાં છે, જેમની પાસે નાણાકીય સંસાધનો નહીં હોવાથી બાળકોના શિક્ષણ સહિત તેમનું અસ્તિત્ત્વ ટકાવાના સાંસા પડી ગયાં છે. આ પ્રકારના પડકારજનક સમયમાં સમગ્ર ગુજરાતના આર્થિક રીતે નબળા પરિવારોની 70 દીકરીઓને નિલેશભાઈ પટેલ ગર્લ ચાઇલ્ડ સ્કૉલરશિપનો લાભ મળશે, જેમના એક વર્ષના શિક્ષણનો સમગ્ર ખર્ચ આ સ્કૉલરશિપ મારફતે પૂરો પાડવામાં આવશે. 
 
ખ્યાતનામ પત્રકાર પ્રશાંત દયાળ, ટાઇમ્સ ફાઉન્ડેશનના રીજનલ હેડ અને હ્યુમનકાઇન્ડ એનજીઓના સ્થાપક શ્રી ઉત્તમ શર્મા તથા કર્મા ફાઉન્ડેશનના પ્રકાશ રાજપૂતનો સમાવેશ કરતી નિષ્ણાતોની એક પસંદગી સમિતિ દ્વારા આ સ્કૉલરશિપ માટે અરજી કરનારા 3,212 વિદ્યાર્થીઓમાંથી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
 
આ સ્કૉલરશિપ એન. કે. પ્રોટીન્સ લિમિટેડ અને કર્મા ફાઉન્ડેશનની સંયુક્ત પહેલ છે - જેને સુપ્રસિદ્ધ બિઝનેસમેન અને એન. કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર સ્વ. નિલેશભાઈ પટેલની સ્મૃતિમાં શરૂ કરવામાં આવી હતી. આ સ્કૉલરશિપને માર્ચ 2021માં શરૂ કરવામાં આવી હતી, જેથી કરીને વાર્ષિક રૂ. 1 લાખથી પણ ઓછી આવક ધરાવતા વંચિત પરિવારની દીકરીઓને શૈક્ષણિક સંસાધનો પૂરાં પાડીને મદદરૂપ થઈ શકાય.
 
આ પહેલ અંગે વાત કરતાં એન. કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ પ્રિયમ પટેલે જણાવ્યું હતું કે, ‘શિક્ષણ એ સ્ત્રી સશક્તિકરણની દિશામાં પ્રથમ ડગલું છે. નેલ્સન મંડેલા કહે છે તેમ, શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે, જેનો ઉપયોગ આપ વિશ્વને બદલવા માટે કરી શકો છો. 
 
અમારા પૂજ્ય પિતા અને અમારી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સ્વ. નિલેશભાઈ પટેલ દીકરીઓને ભણાવવામાં અને તેમનું સશક્તિકરણ કરવામાં દ્રઢ વિશ્વાસ રાખતા હતા. તેમના આ વિઝનને ધ્યાનમાં રાખી ઉચ્ચ શિક્ષણ મારફતે આર્થિક સ્વાતંત્ર્યને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થવા આ સ્કૉલરશિપ શરૂ કરવામાં આવી છે. દીકરીઓને ભણાવવાનું આ ઉમદા કાર્ય તેમના હૃદયથી ખૂબ નજીક હતું, જે તેમના વ્યક્તિગત સંઘર્ષનો પડઘો પાડે છે.’
 
પ્રિયમ પટેલે આગળ જણાવ્યું હતું કે, ‘એક ઉદ્યોગસાહસિક અને સફળ બિઝનેસમેન બનવાની યાત્રામાં નિલેશભાઈ પટેલે પોતે ઘણાં સંઘર્ષો વેઠ્યાં હતાં. આથી જ, દીકરીઓના શિક્ષણ માટે નાણાકીય સહાય અને સંસાધનો પૂરાં પાડવાનું ઉમદા કાર્ય તેમને ખૂબ પ્રિય હતું, કારણ કે, તે તેમના વ્યક્તિગત સંઘર્ષનું પ્રતીક છે. 
 
શિક્ષણ એ એક વ્યક્તિ, એક કુટુંબ અને એક સમુદાયના ઉત્થાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેમને એક ઉજ્જવળ ભવિષ્ય પૂરું પાડે છે. દીકરીઓ માટેની આ સ્કૉલરશિપ ચોક્કસપણે તેમના વિઝનને સાકાર કરશે. વળી તે આ રોગચાળાના સમયમાં વધુ પ્રાસંગિક પણ છે, જ્યારે ઘણાં પરિવારોએ તેમના કમાણી કરનારા સભ્યને ગુમાવી દીધાં છે કે પછી પોતાની આવક ગુમાવી દીધી છે.’
 
3,200થી વધુ દીકરીઓએ ઓનલાઇન અરજી કરીને આ સ્કૉલરશિપ મેળવવામાં રસ દાખવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ 31 મે સુધીમાં અરજી કરવાની હતી. જેના પછી ખ્યાતનામ પત્રકાર અને દીકરીઓના શિક્ષણના ઉમદા કાર્ય માટે ઘણાં લાંબા સમયથી કામ કરી રહેલાં નોટ-ફૉર-પ્રોફિટ સંસ્થાના નિષ્ણાતોનો સમાવેશ કરતી નિષ્ણાતોની એક પસંદગી સમિતિ દ્વારા અરજીઓની ચકાસણી કરવામાં આવી હતી.
 
ટાઇમ્સ ફાઉન્ડેશનના રીજનલ હેડ અને હ્યુમનકાઇન્ડ એનજીઓના સ્થાપક ઉત્તમ શર્માએ જણાવ્યું હતું કે, ‘દીકરીઓને ભણાવવાથી જીવ બચાવી શકાય છે અને એક શક્તિશાળી કુટુંબ, સમુદાય અને અર્થતંત્રનું નિર્માણ કરી શકાય છે. તે જાણે કે તરંગ પ્રભાવ પેદા કરવા જેવું છે, જે દેશની આગામી પેઢીઓમાં હકારાત્મક પરિવર્તનને આગળ વધારે છે. દીકરીઓ માટે આ સ્કૉલરશિપ શરૂ કરવા બદલ હું કર્મા ફાઉન્ડેશનને અભિનંદન પાઠવું છું, જે ઘણાં સપનાં સાકાર કરશે.’
 
આ જ દ્રષ્ટિકોણનો પડઘો પાડતાં ખ્યાતનામ પત્રકાર પ્રશાંત દયાળે જણાવ્યું હતું કે, ‘મહાત્મા ગાંધી સ્ત્રીઓને શિક્ષણ આપવાના હિમાયતી હતા, કારણ કે, તેનાથી તેમનું સશક્તિકરણ થાય છે, નૈતિક વિકાસ થાય છે અને સમાજમાં તેમને સમાન દરજ્જો પ્રાપ્ત થાય છે. મારું માનવું છે કે, શિક્ષિત સ્ત્રીઓ આર્થિક સ્વાતંત્ર્ય લાવે છે અને સંકુચિત વિચારણીમાંથી સમાજને બહાર કાઢે છે, જે સામાજિક પરિવર્તનનો પાયો છે. આ પ્રકારના સમયમાં દીકરીઓના શિક્ષણને સહાયરૂપ થવાની કર્મા ફાઉન્ડેશન અને એન. કે. પ્રોટીન્સની આ પહેલ તેમને સમાજમાં સમાન દરજ્જો અપાવવાની દિશામાં ખૂબ જ મહત્ત્વનું ડગલું છે.’

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હિમાચલ પ્રદેશના 6 વાર મુખ્યમંત્રી રહેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહનુ નિધન, કોરોનાના આપી ચુક્યા હતા માત