Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AAP માં જોડાયા ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી, જાણો કોણ છે સાગર રબારી

AAP માં જોડાયા ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી, જાણો કોણ છે સાગર રબારી
, સોમવાર, 9 ઑગસ્ટ 2021 (20:29 IST)
આજે ગુજરાતના જાણીતા આંદોલનકારી, ગુજરાતની ખેતી અને આર્થીક નિતીઓના વિશેષગ્ય સાગર રબારી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી અને આપ ગુજરાત સહપ્રભારી ગુલાબસિંહ યાદવની હાજરી માં પ્રદેશ કાર્યાલય ખાતે આપ માં જોડાયા હતા. તેમણે ખેડૂત એકતા મંચ ના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ ગુજરાત ખેડૂત સમાજમાં સક્રિય હતા. ગુજરાત ખેડૂત સમાજમાં વિવાદ થતાં ખેડૂત એકતા મંચની કરી રચના કરી હતી. હતી.
 
આપ પ્રભારી ગુલાબસિંહ યાદવ  ખેસ અને ટોપી પહેરાવી આપમાં પ્રવેશ કરાવ્યો હતો. સાગર રબારીએ કહ્યું હતું કે 37 વર્ષ સત્તા માટે સંઘર્ષ કર્યો છે. વ્યવસ્થા બદલાવાની આશા હતી. વ્યવસ્થા બદલાવાની આશા ન રહેતાં સામાજીક આંદોલન છોડી રાજકીય પાર્ટીમાં જોડાયો છું. આજે 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસ અને આદિવાસી દિવસ હોવાથી રાજકારણમાં જોડાવોનો નિર્ણય કર્યો છે. સરમુખત્યારીનો સત્તા છોડોના નારા સાથે આપમાં જોડાયો છું. સમાન વિચારધારા વાળા લોકો આપમાં હોવાથી આપની પસંદગી કરી છે. 
 
સાગરભાઈ રબારી ખેડૂત એકતા મંચ ના ગુજરાત ના પ્રમુખ છે, તેઓ ખેડૂત ના હક્ક માટે અત્યાર સુધી ઘણા બધા આંદોલન કરી ચુક્યા છે. તેઓ વર્ષ ૧૯૮૪ થી વર્ષ ૨૦૧૨ તેમ ૨૮ વર્ષ ગુજરાત લોકસમીતી માં ચુનીભાઈ વૈધ સાથે કામ કરેલ છે અને જ્યપ્રકાશ નારાયણ ના વિચારો થી પ્રભાવિત છે.
 
તેમણે વર્ષ ૨૦૧૮ માં ખેડૂતોના હક્ક માટે ખેડૂત એકતા મંચ ની સ્થાપના કરી અને તેઓ ખેડૂતો ના ગ્રામ નો વિકાસ, ખેતી ના પ્રશ્નો જેવાકે પાણી, ખેત વીમો, મિનિમમ ટેકા ના ભાવ વગેરે વિશે લડત લડે છે.
 
• તેઓએ ખેડૂતો માટે વડોદરા, મહુવા, મીઠી વીરડી, માંડલ-બહુચરાજી સર, ધોલેરા સર, સોમનાથ-કોડીનાર કાર્ગો રેલવે લાવી વગેરે જગ્યાએ સરકાર સામે લડત લડી ખેડૂતો ને ન્યાય અપાવ્યો છે.
 
• ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાની અલ્ટ્રાટેક લિમિટેડ કંપની સામે લડત લડ્યા છે.
 
• નર્મદા ડેમ, શેત્રુંજી ડેમ, ના  પાણી ખેડૂતો ને મળી રહે તે માટે લડત લડ્યા છે.
 
• તેઓએ રામદ થી મોડાસા પદયાત્રા સફળતા પૂર્વક કાઢેલ છે.
 
• સોમનાથ થી સચિવાલય 460 કિમી ની 22 દિવસ ની પદયાત્રા ખેડૂતો ની જાગૃતિ માટે કાઢેલ છે.
 
• સાંધેડા(ભાલ)  થી કલેક્ટર કચેરી અમદાવાદ 140 કિમી ની 5 દિવસ ની પદયાત્રા કાઢેલ છે.
 
• કરમસદ થી ગાંધી આશ્રમ અમદાવાદ સુધી પદયાત્રા કાઢેલ છે.
 
• તેઓએ ૧૨૦૦ કી.મી. લાંબી ખેડૂત જાગૃતિ બાઇક યાત્રા સોમનાથ થી દ્વારકા નું પણ સફળતા પૂર્વક નેતૃત્વ કરેલ છે.
 
• તેઓએ ખેતીલાયક પોલિસીઓ માટે એક મિસ્ડકોલ અભિયાન પણ ચલાવેલ છે જેમાં ૬,૦૦,૦૦૦ મિસ્ડકોલ સાથે ખેડૂતો ને સપોર્ટ કરેલ છે.
 
• તેઓ ખેડૂતો ના પ્રશ્નો માટે ગુજરાતની લગભગ દરેક ટીવી ચેનલોમાં ડિબેટ કરી ચુક્યા છે.
 
• ખેડૂતો ના પ્રશ્નો ને વાચા આપવામાં ઘણીવાર તેમની ધરપકડ પણ થઇ ચુકી છે.
 
• તેઓ ખેડૂતો માટે કામ કરતી ૬ સંસ્થાઓ સાથે સક્રિય રહી જોડાયેલા છે.
 
• તેમણે ભૂમિપત્ર, નયા માર્ગ, લોક સ્વરાજ જેવા સામાયિક માટે લેખ લખ્યા છે.
 
• તેમણે ખેતી લગતા તથા અન્ય પાંચ પુસ્તકો પણ લખ્યા છે.
 
• તેમણે ગુજરાતના ખેડૂતો ની જાણકારી માટે ૧૪ જાતના જુદાજુદા વિષયો ને લગતા પેમફ્લેટ પણ છપાવ્યા છે.
 
• આમ તેઓ ખેડૂતો ના પ્રશ્નો ને પેમફ્લેટ, પુસ્તક તથા તેમના લેખો દ્વારા પણ વાચા આપે છે, આમ તેઓ ખરા અર્થ માં ખેડૂતો ના નેતા છે.
 
શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ખેતી, વીજળી, પાણી, વેપાર અને ભ્રષ્ટાચારમુક્તિના મુદ્દે વ્યવસ્થા પરિવર્તન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડોક્ટરોની હડતાળના લીધે યુવકને સારવાર ન મળતાં મોત, બહેને કહ્યું 'હવે રાખડી કોને બાંધીશ'