જામનગરમાં અઢી વર્ષની રોશનીએ જીવ ગુમાવ્યો. 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જવાથી થઈ મોત.
જામનગર તાલુકાના તમાચણ ગામે વાડી વિસ્તારમાં અઢી વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી જતાં ફસાઈ ગઈ હતી. ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. અઢી વર્ષની માસૂમ રમતાં રમતાં 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી હાલ બોરની અંદર 20 ફૂટ નીચે ફસાયેલી જોવા મળી રહી છે. બચાવ ટીમને બાળકીના હાથ દેખાયા હતા.
આ અંગે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એન. પાન્ડયને મીડિયાને જણાવ્યું હતું કે, ખેતમજૂરી કરતા અને મુળ મધ્યપ્રદેશના રહેવાસી એવા શ્રમિક પરિવારની બાળકી સવારે શનિવાર 10 વાગ્યે બોરવેલમાં પડી ગઈ હતી. અકસ્માતે રમતા-રમતા બાળકી પડી ગઈ હતી.