ભરૂચ જિલ્લાના મગનડ ગામ પાસે સોમવારે જંબુસર-આમોદ રોડ પર ટ્રક સાથે કાર અથડાતા પાંચ લોકોના મોત થયા હતા.ટ્રક રોડની કિનારે એક હોટલની બહાર ઉભી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકસાન થયું હતું. સ્થાનિક લોકોએ કારનો કાટમાળ કાપીને પીડિતોને બહાર કાઢ્યા હતા. જેમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જેમાં મૃતકોમાં બે મહિલા, બે બાળકો અને બે પુરુષ સામેલ છે. અન્ય 4 લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જંબુસર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે.
ભરૂચ જિલ્લાના જબુંસર-આમોદ માર્ગ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં 6 લોકોના મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.જયારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જબુંસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળાઓ ઉમટી પડ્યા છે.જબુંસર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા સમયે મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકા ભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના ઇકોમાં બેઠેલા લોકોની ચીસોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા.અકસ્માત એટલો ભયાનક હતો કે,કારમાં સવાર 10 લોકોમાંથી 6 લોકોના મોત નિપજ્યા છે જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે જબુંસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.