Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા ફાઇનલ્સ પરીક્ષાનું પરીણામ સુરતની રાધિકા ઓલ ઇન્ડિયામાં ફસ્ટ...

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા  ફાઇનલ્સ પરીક્ષાનું પરીણામ સુરતની રાધિકા ઓલ ઇન્ડિયામાં ફસ્ટ...
, ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (19:27 IST)
Result of Institute of Chartered Accountants of India Finals Exam in Surat's Radhika All India First ...
ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આજે સી.એ. ફાઇનલ્સ પરીક્ષાનું પરીણામ ઘોષિત કરવામાં આવ્યું હતું . પરીણામ જાહેર થતાં જ સુરત શહેરનું નામ સમગ્ર દેશમાં ગૂંજવા માંડ્યું હતું . કેમકે સુરતની રાધિકા બેરીવાલ નામની યુવતિએ સી.એ. ફાઇનલ્સ પરીક્ષામાં સમગ્ર ભારતમાં પહેલા ક્રમે પાસ થવાની સિદ્ધિ હાંસલ કરી છે .

સી.એ.ના પરીણામો પર દેશની બેંકોથી લઇને ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યુટ્સથી લઇને ફાઇનાન્સ મિનિસ્ટ્રી સુધીના અધિકારીઓની નજર રહેતી હોય છે એવા સમયમાં સી.એ. ઓલ ઇન્ડિયા ફર્સ્ટ તરીકે સુરતની રાધિકાએ મેદાન મારતા આજે સુરત શહેરનું નામ સમગ્ર રાષ્ટ્રીય સ્તરે ગૂંજતું થઇ ગયું છે .
 
સમગ્ર ભારતમાં સી.એ. કોંચિંગ માટે વખણાતા સુરતના જાણિતા રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે સી.એ.ના પરીણામમાં આ વખતે અગાઉના વર્ષના લગભગ દરેક રેકોર્ડ તૂટી ગયા છે . દરેક સબ્જેક્ટ વાઇઝ જોરદાર પરફોર્મન્સ રાધિકા બેરીવાલાએ હાંસલ કર્યું છે . તેમણે કહ્યું કે અગાઉ રાધિકા બેરીવાલા આઇ.પી.સી.સી.ની પરીક્ષામાં પણ સમગ્ર ભારતમાં સેકન્ડ રેંક હાંસલ કરવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે. 
 
 રાધિકા બેરી વાલે દિવ્યભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીતમાં તેણે કહ્યું કે સારા માર્કસ લાવવા માટે સતત પ્રયાસો કરતી રહી પરંતુ ક્યારેય પણ ઓલ ઇન્ડિયામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરિક્ષામાં ફર્સ્ટ આવે છે એવું ક્યારેય સપને પણ નહોતું વિચાર્યું. પરંતુ અથાક પરિશ્રમ અને શિક્ષકોના માર્ગદર્શનને કારણે આ સિદ્ધિ મેળવી છે. સી.એ  ફર્સ્ટ યર SMK  સુરતમાંથી  પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદના બે વર્ષ SAAB  & કંપની  સુરેશ  અગ્રવાલજીને  ત્યાંથી પૂર્ણ કર્યું છે. જાણીતા  રવિ  છાવરીયા સરના ખૂબ જ સારા માર્ગદર્શનને કારણે આ પરિણામ આવ્યું છે. એસ ડી જૈન કોલેજ ખાતેથી ગ્રેજ્યુએશન દરમિયાન પણ મારા 80% ટકા મેળવ્યા હતા. આગામી મારું લક્ષ્ય  IIM  ખાતે પ્રવેશ મેળવીને અભ્યાસ કરવાનો છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Samsung Galaxy S22 series ના 3 દમદાર ફોન લોન્ચ, જુઓ કિમંત-ફીચર્સની સંપૂર્ણ ડિટેલ