Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'હવે શોક વેવથી થઈ શકશે કોરોનરી બ્લોકેજની સારવાર'

'હવે શોક વેવથી થઈ શકશે કોરોનરી બ્લોકેજની સારવાર'
, રવિવાર, 19 જાન્યુઆરી 2020 (14:45 IST)
રક્તવાહિનીઓમાં જમા થયેલા પડકારજનક કેલ્સિયમની શૉક વેવ ઈનટ્રાવાસ્ક્યુલર લિથોટ્રીપ્સી દ્વારા સારવાર કરવામાં ગયા સપ્તાહે સફળતા હાંસલ થઈ છે. લાંબી પ્રતિક્ષા પછી સારવારની આ પધ્ધતિને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયા (ડીજીસીઆઈ)ની મંજૂરી મળી છે.
 
શૉક વેવ ઈનટ્રાવાસ્ક્યુલર લિથોટ્રીપ્સીમાં એકોસ્ટીક સોનિક વેવ્ઝનો ઉપયોગ કરાય છે અને રક્તવાહીનીઓમાં જમા થયેલા કેલ્સીયમની યુક્ત અવરોધને (કેલ્સિફીક બ્લોક)  અત્યંત ઓછા દબાણના સોનિક વેવ્ઝ દ્વારા દુર કરવામાં આવે છે.
 
શૉક વેવ ઈનટ્રાવાસ્ક્યુલર લિથોટ્રીપ્સીના હાથની નસ દ્વારા (ટ્રાન્સ રેડિયલ એપ્રોચ) ઉપયોગ વડે પ્રથમ 3 કેસની ભારતમાં સૌ પ્રથમ વાર એક પછી એક એમ  સિમ્સ હૉસ્પિટલ, અમદાવાદમાં 13 જાન્યુઆરીએ સારવાર કરવામાં આવી છે. ડો. કેયુર પરીખ, ડો. તેજસ વી. પટેલ અને સિમ્સ હૉસ્પિટલની કાર્ડિયોલોજી સ્પેશ્યાલિસ્ટની ટીમએ આ અત્યંત નવતર પ્રકારની પ્રોસીજર કરવામાં સફળતા હાંસલ કરી છે.
 
આ માઈક્રો સર્જરીમાં સિસ્ટમના કોન્સોલ સાથે જોડાયેલા અનોખા પલ્સ જનરેટરનો ઉપયોગ કરીને માત્ર 30 થી 40 સેકન્ડ સુધી શૉક વેવનુ નિયમન કરવામાં આવે છે. આ સલામત ડિવાઈસ વડે થોડોક સમય બટન દબાવીને, રક્ત વાહિનીઓમાં જામેલા કેલ્સિયમ યુક્ત અવરોધની સારવાર કરવામાં આવે છે.
 
ડો. કેયુર પરીખે જણાવ્યું હતું કે “શૉકવેવ ઈનટ્રાવાસ્ક્યુલર લિથોટ્રીપ્સી સાચા અર્થમાં એક ક્રાંતિકારી પ્રોસિજર છે અને અમને એ વાતનુ ગૌરવ છે કે ભારતમાં સૌ પ્રથમ વાર અહીં ત્રણ કેસની ટ્રાન્સરેડીયલ શૉકવેવ થેરાપી વડે સારવાર કરવામાં આવી છે. આ ત્રણ કેસમાં ઉંચા પ્રેશરના ઉપયોગ છતાં બલૂનની પરંપરાગત પધ્ધતિ નિષ્ફળ નિવડી હતી. આ ત્રણ દર્દીઓમાંથી એક દર્દી તો  રક્તવાહિનીઓમાં જામેલા કેલ્સીયમને દૂર કરવાની સારવારની છેલ્લા એક વર્ષથી પ્રતિક્ષા કરી રહ્યો હતો.”
 
ડો. તેજસ વી. પટેલ જણાવે છે કે “હૃદયની રકતવાહીનીઓમાં લાંબા સમયથી બ્લોક રેહવાથી તેમાં કેલ્સિયમ જમા થતું હોય છે, જેમાં પરંપરાગત બલૂન એન્જીયોપ્લાસ્ટી સફળ થતી નથી, અને તેના કારણે એન્જીયોપ્લાસ્ટીમાં સંતોષકારક પરિણામો પ્રાપ્ત થતા નથી. શૉક વેવ પ્રોસીજરની શોધને કારણે સખત જામેલા આકરા કેલ્સિયમની જટીલ સ્થિતિને  ખુબ જ સરળતાથી હલ કરી શકાય છે અને વિપરીત અસર (કોમ્પ્લીકેશન) ની સંભાવના નહિવત રેહે છે.
 
શૉક વેવ પ્રોસીજરની શોધને કારણે જામેલા કેલ્સીયમની જટીલ પરિસ્થિતની ખૂબ જ સરળ પધ્ધતિથી સારવાર થઈ શકે છે. લિથોટ્રીપ્સીની આ સરળ ટેકનિકમાં પરંપરાગત  ટેકનિકની તુલનામાં પરફોરેશન/ ડીસેક્શન સહિતની  વિપરિત સ્થિતિ સર્જાવાની ખૂબ ઓછી સંભાવના રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sai Baba- જન્મસ્થળ વિવાદ: શિરડી સાંઈ મંદિર ઘણા ચમત્કારો અને વિવાદો સાથે સંકળાયેલું છે, જાણો બધું