Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટમાં આજીડેમ પાસેના ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા બેનાં મોત

રાજકોટમાં આજીડેમ પાસેના ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા બેનાં મોત
, સોમવાર, 8 જૂન 2020 (14:28 IST)
રાજકોટ શહેરમાં આજીડેમ ચોકડી નજીક આવેલા ઓવરબ્રિજની દિવાલનો ભાગ એકાએક ધસી પડ્યો હતો. ત્યાંથી પસાર થઇ રહેલા બે વ્યકિત બાઇક સહિત દબાઇ ગયા હતા. આ દૂર્ઘટનામાં બંન્ને યુવાનોનાં મોત નીપજ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવતાં તેમની વિવિધ ટીમ પહોંચીને દબાયેલા લોકો તથા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દૂર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. આમાં મ્યુનિસિપલ તંત્રએ હાથ ઊંચા કરી દીધા છે અને નેશનલ ઓથોરિટી દોષનો ટોપલો ઢોળ્યો છે. મહત્વનું છે કે આજ સવારથી રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે.જોકે આ દૂર્ઘટનામાં રાજકોટ કોર્પોરેશન હાઇવે ઓથોરિટી પર દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે. અધિકારીએ જણાવ્યું કે, આ મેટર છે તે નેશનલ હાઇવે ઓથોરિટીની છે. આ બાબત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવીતી નથી આ જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટીની છે. નેશનલ ઓથોરિટીને અગાઉ પ્રિમોન્સૂન કામગીરી અને સર્વિસ રોડની આજુબાજુ ભરાતા પાણીનો નિકાલ કરવા અંગે જાણ કરી હતી.આ દૂર્ઘટનામાં વડે કાટમાળ ખસેડી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત બે વાહનો પણ દટાતા બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઇ બંને યુવાનોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત સર્જાતા જ અનેક લોકો ત્યાં ભેગા થયા હતા. લોકોમાં એક જ પ્રશ્ન હતો કે, કોના વાંકે આ યુવાનોનાં મૃત્યું નીપજ્યા છે.આ દુર્ઘટના અંગે ફાયર ઓફિસર ઠેબાએ જણાવ્યું હતું કે, બે લોકોના મોત થયા છે અને બે વાહનો દટાયા છે. જેને JCBની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે. વધુ કોઈ દટાયું છે કે નહીં તેની તપાસ ચાલુ છે. બે યુવાનો છે કે અજાણ્યા યુવાન છે તેની ઓળખ મેળવવામાં આવી રહી છે. હાલ બંનેના મૃતદેહ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.  
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં મંદિરોના દ્વાર ખૂલ્યાં પરંતુ મોલમાં લોકોની પાંખી હાજરી જોવા મળી