Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ, દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદ

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ, દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદ
, મંગળવાર, 23 જુલાઈ 2019 (12:48 IST)
ગુજરાતમાં ચોમાસાએ વિધિવત દસ્તક દીધી છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. ટંકારા અને મોરબીમાં સૌથી વધુ 67 મીમી વરસાદ ખાબક્યો છે. જેથી નદી-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સારા વરસાદથી ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5.86 મીમી વરસાદ વરસ્યો છે. જૂન અને જુલાઈ મહિનામાં રાજ્યમાં કુલ 226.10 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 27.71 ટકા વરસાદ પડ્યો છે. જેમાં 106 તાલુકામાં 126-250મીમી વરસાદ, 55 તાલુકામાં 251-500મીમી, 13 તાલુકામાં 501થી 1000મીમી, 5 તાલુકામાં 1000મીમી, 53 તાલુકામાં 51-125મીમી, અને 19 તાલુકામાં 0-50મીમી વરસાદ ખાબક્યો છે. 
સોમવારે સાંજ પછી વાતાવરણમાં પલટો આવવા સાથે મોટાભાગના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. લગભગ 26 દિવસ સુધી વૈશાખ જેવી ગરમી પછી વરસાદ આવતાં લોકોને રાહત થઈ હતી. પશ્ચિમ ઝોનમાં 3 ઝાડ પડ્યા હતા. સોમવારે સૌથી વધુ 35 મીમી અર્થાત અંદાજે સવા ઈંચ વરસાદ ઉસ્માનપુરામાં થયો હતો. 
જો કે, શહેરમાં સરેરાશ વરસાદ માત્ર 5.85 મીમી નોંધાયો હતો. પિક-અવર્સમાં વરસાદ શરૂ થતાં કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. અત્યાર સુધી શહેરમાં સિઝનનો 143.58 મીમી એટલે કે 5.65 ઈંચ વરસાદ નોંધાયો છે.દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી વરસી રહેલો વરસાદ સતત ત્રીજા દિવસે ધીમી ધારે યથાવત રહ્યો છે. 
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારીના વાંસદામાં 1.4 ઈંચ નોંધાયો છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડ્યો છે.દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ 1.4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સોનગઢમાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 16 તાલુકામાં 2મિમિથી લઈને 1.4 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ કારણે છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. બાકીના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
સતત ત્રણ દિવસથી મેઘરાજા ભુજને હાથતાળી આપી ચાલ્યા જાય છે. શનિવારથી શરૂ થયેલો આ સિલસીલો સોમવારે પણ જારી રહ્યો હતો. સોમવારે 39.8 ડિગ્રીના આકરા તાપમાં શેંકાયેલા ભુજ વાસીઓના મનમાં બપોરે આવેલા વાતાવરણના પલટાએ વરસાદની આશા જગાવી હતી. 5 વાગ્યાના અરસામાં ઘનઘોર વાદળોએ હમણા વરસાદ તુટી પડશે તેવો માહોલ સર્જયો હતો. 5 વાગ્યાના અરસામાં શહેરના કેટલાક વિસ્તારમાં મોટા છાંટા સાથે ઝાપટું વરસવું શરૂ થયું હતું. 
જોકે આ ઝાપટાંએ અષાઢમાં ભાદરવી ભુસાકાનો તાલ સર્જયો હતો. જયુબીલી સર્કલથી લઇ મુન્દ્રા અને માંડવી રોડ પર આવેલ કોલોની વિસ્તારમાં જયાં આ ઝાપટાંથી પાણી વહેવાના શરૂ થયા હતા. ત્યારે કોટ અંદરના વિસ્તારમાં તો તડકી-છાંયડીનો માહોલ જોવા મળ્યો હતો. મેઘરાજા ભુજ પર હવે મનમુકીને મહેર વરસાવે તેવી શહેરીજનો પ્રાર્થના કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જૂનાગઢમાં કોંગ્રેસ ફિનિશઃ ભાજપે બહુમતી મેળવી, 59માંથી 50 બેઠક પર વિજય