Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યના 34 તાલુકાઓમાં 10 MMથી વધુ વરસાદ, 565 ટીમ સરવેમાં લાગી, રાજ્ય સરકાર પેકેજની જાહેરાત કરશે

delhi rain
, ગુરુવાર, 6 એપ્રિલ 2023 (01:33 IST)
15 જિલ્લાના 1,99,951 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ, 42,210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકાથી વધુ નુકશાનગ્રસ્ત
 
વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં થયેલા નુકશાનના સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં
 
 
ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી  કેબિનેટ બેઠકમા રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી‌.બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું હોવાના અહેવાલો મળ્યા હતા. જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર,અરવલ્લી અને ભરુચ જિલ્લામાં મળી કુલ 565 સર્વે ટીમો દ્વારા વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
 
34 તાલુકામાં 10 એમએમથી વધુ વરસાદ
પ્રવક્તા મંત્રીએ સર્વેની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 15 જિલ્લાના કુલ 1,99,951 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ખેતીપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 1,83,121 હેક્ટર અને બાગાયતી ફળપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 16,830 હેક્ટર છે. 42,210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકા કે તેથી વધુ નુકશાનગ્રસ્ત છે. જેમાં 30,895 હેક્ટર ખેતીપાકોનો વિસ્તાર અને બાગાયતી ફળપાકોનો નુકશાનગ્રસ્ત વિસ્તાર 11,315 હેક્ટર છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયામો પ્રમાણે રાજ્યમાં 33 ટકાથી વધુ નુકસાનગ્રસ્ત હોય તેવા ખેડૂતોને સહાય ચુકવવાની વિચારણા હાથ ધરાશે. ગત તા. 4-3-2023 થી 24-3-2023 સુધીમાં 30 જિલ્લાના 198 તાલુકામાં 1 મીલીમીટરથી 47 મીલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો. 10 જિલ્લાના 34 તાલુકામાં 10 મિલીમીટરથી પણ વધારે વરસાદ નોંધાયો હતો.
 
પ્રત્યેક જિલ્લામાં એક જેટિંગ મશીન ઉપલબ્ધ બનશે
કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચાના અનુસંધાનમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના પ્રત્યેક જિલ્લામાં એક જેટિંગ મશીન ઉપલબ્ધ બને તે માટેની જરૂરી સૂચના આપવામાં આવી છે. સાફ-સફાઇના કામોમાં અત્યંત ઉપયોગી એવી જેટિંગ મશીન રાજ્યના તમામ જિલ્લામાં ઉપલબ્ધ કરાવવાની દિશામાં સરકારે કામગીરી હાથ ધરી છે. ગ્રામવિકાસ કમિશ્નરની કચેરી દ્વારા હાલ રાજ્યના 20 જિલ્લાઓમાં જેટિંગ મશીન કાર્યરત કરાઇ છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં સત્વરે મશીન ઉપલબ્ધ બને તે માટેની વ્યવસ્થા સરકારે હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સાફ-સફાઇના કામોમાં કારગત જેટિંગ મશીન દ્વારા સફાઇ કામગીરી વધુ સધન અને સુગમ્ય બને તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હનુમાન જયંતિ પર બની રહ્યો છે ગુરુ-શુક્રનો મહાલક્ષ્મી યોગ, જરૂર કરો આ 6 ઉપાય, ચમકી જશે નસીબ