Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 28 જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ગોંડલમાં 5 ઈંચ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 28 જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
, ગુરુવાર, 27 જૂન 2019 (11:41 IST)
રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થયા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ 24 કલાકમાં રાજ્યના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 132 મી.મી. 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલના દેરડી કુંભાજી, મોટી ખીલોરી, રાણસોકી, વિંઝીવડ,નાના સખપુર ગામોની સીમમાં ભારે વરસાદ નોંધાયો હતો. જયારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 3 ઇંચ (75 ઇંચ) વરસાદ નોંધાયો હતો. 
જ્યારે અમરેલી જિલ્લાના બગસરામાં 70 મી. મી વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના ઉનામાં 60 મી.મી. વરસાદ નોંધાયો હતો. ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે 60 મી.મી. વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે તો રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી છે. ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થતા અનેક ઠેકાણે કૂવાઓના તળ ઉંચા આવ્યા હોવાના અહેવાલો છે. 
24 કલાકમાં વરસેલા વરસાદમાં રાજ્યના રાજ્યના 70 તાલુકમાં 1 મી.મીથી 75 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 54 મી.મી. રાજકોટના ગોંડલમાં 51 મી.મી. અમરેલીના બાબરામાં 42 મી.મી. ડાંગના વઘઈમાં 41 મી.મી. જૂનાગઢના વિસાવદરમાં 40 મી.મી. દાહોદના ધનપુરમાં 39 મી.મી. મહેસાણાના બેચરાજીમાં 38 મી.મી. સાબરકાંઠાના પોસીનામાં 30 મી.મી. જામનગરના કાલાવડમાં 27 મી.મી, લાલપુરમાં 24 મી.મી વરસાદ નોંધાયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નર્મદાનું પાણી છોડવા મુદ્દે ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે વિવાદ વકર્યો