Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજપીપળાના આદિવાસી રિક્ષા ચાલકની પુત્રી પ્રીતિ વસાવાએ જીમનાસ્ટિકમાં 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા

રાજપીપળાના આદિવાસી રિક્ષા ચાલકની પુત્રી પ્રીતિ વસાવાએ જીમનાસ્ટિકમાં 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા
, સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (08:09 IST)
નર્મદાના રાજપીપળાના આદિવાસી રીક્ષા ચાલકની 16 વર્ષીય દીકરીની જેણે પોતાની અતૂટ મેહનતના જોરે જીમનાસ્ટીકમાં મેળવ્યા 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી પોતાના પરિવારની સાથે સાથે નર્મદા જિલ્લાનું નામ પણ દેશમાં રોશન કર્યું છે.

રાજપીપળામાં રેહતા મહેશ વસાવા રીક્ષા ચલાવી પત્ની, એક પુત્રી-એક પુત્રના નાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. પોતાની પુત્રી પ્રીતિને રમત ગમતમાં રુચિ હોવાનું પિતાને લાગતા એમણે પ્રીતિને ભણતરની સાથે સાથે રમત ગમત ક્ષેત્રે આગળ વધારવાનું નક્કી કર્યું. પ્રીતિને ભણાવી પણ ખરી અને જિમનાસ્ટીકની ટ્રેનિંગ પણ અપાવી.હાલ પ્રીતિ વસાવા ધોરણ 10 માં અભ્યાસ પણ કરે છે અને સાથે સાથે આર્ટીસ્ટીક જિમનાસ્ટીકમાં પણ પોતાની કારકિર્દી બનાવી રહી છે.દેશના અલગ અલગ રાજ્યોમાં થયેલી કોમ્પિટિશનમાં પ્રીતિએ અત્યાર સુધી 30 જેટલા સર્ટિફિકેટ, 7 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, એ અગાઉ નેશનલ કક્ષાએ પણ સિલેક્ટ થઈ ચૂકી છે.પ્રીતિએ આર્ટીસ્ટીક જિમનાસ્ટીકમાં નામના મેળવી રાષ્ટ્રીય કક્ષાએ નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે.હાલ પ્રીતિ વસાવાને સરકાર દ્વારા પ્રોત્સાહનના ભાગ સ્ટાઈપેન્ડ મળી રહ્યુ છે પણ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર પણ એ આદિવાસી દીકરીને સન્માનિત કરે તો એને વધુ પ્રોત્સાહન મળે એમ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક એવી માળા જેને ધારણ કરવાથી મોટા મોટા રોગ થશે દૂર