પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અંગે ધાનાનીની માંગણી કરી કોંગ્રેસ સામે બાંયો ચડાવવાની જાહેરાત કરતાં, અશોક ગેહલોતે સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે કોંગ્રેસની આંતરિક બાબતમાં અમે કોઈના પણ દબાણને વશ નહિં થઈએ. કોઈ એવા ભ્રમમાં ન રહે કે તેના દબાવમાં કોંગ્રેસ કામ કરી રહી છે. તો પરેશ ધાનાનીએ જ ટ્વીટ કરીને વળતો હાર્દિકને જોરદાર જવાબ આપ્યો હતો.
ગુજરાતની ચૂંટણી સમયે ભાજપને પાડી દેવાનું એલાન કરતાં અમદાવાદ શહેરમાં પાટીદાર બહુમતી વાળા વિસ્તારોમાં રોડ શો અને જાહેર સભા યોજી હતી. જોકે ચૂંટણી પરિણામો પર કોઈ અસર વર્તાઈ નહોતી. ચૂંટણી પતી ગયા પછી હાર્દિક પટેલે કોંગ્રેસને ધમકી આપી હતી કે પરેશ ધાનાણીને વિરોધ પક્ષના નેતા નહિ બનાવાય તો અમે કોંગ્રેસ સામે લડાઈ લડીશું. આ નિવેદન બાદ હાર્દિક સામે વિરોધ વંટોળ ઊભો થયો છે. વિરોધ પક્ષ માટે હાર્દિક પરેશનું નામ વહેતું કરતાં જ અશોક ગેહલોતે સાફ કહી દીધું કે, વિપક્ષી નેતા ધારાસભ્યો નક્કી કરે છે, બહારના લોકો નહિ. અમે કોઈની ધમકીની પરવા કરતાં નથી. વિરોધપક્ષના નેતાનું નામ કોંગ્રેસ ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ લઈને તૈયાર કરાયેલા રિપોર્ટને હાઈકમાન્ડને મોકલી દીધાં બાદ, તેમના આદેશ પ્રમાણે જ જાહેર કરવામાં આવશે