Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં લવ મેરેજ માટે માતા-પિતાની પરવાનગી ફરજિયાત હોઈ શકે છે, સીએમ ભૂપેન્દ્ર પટેલે સંકેત આપ્યો છે

ગુજરાતમાં લવ મેરેજ માટે માતા-પિતાની પરવાનગી ફરજિયાત હોઈ શકે છે, સીએમ ભૂપેન્દ્ર પટેલે સંકેત આપ્યો છે
, મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (10:01 IST)
ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે વાલીની પરવાનગી ફરજિયાત હોઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે મહેસાણામાં પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે લવ મેરેજમાં આ શરત ઉમેરવાની માંગને કાયદામાં ધ્યાનમાં લેવામાં આવશે.

જણાવી દઈએ કે ગુજરાતમાં પાટીદાર સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે જો કોઈ છોકરો અને છોકરો લવ મેરેજ કરે છે તો લગ્નની નોંધણી માટે ઓછામાં ઓછા એક વાલીની સહી જરૂરી હોવી જોઈએ. પાટીદાર સમાજનું કહેવું છે કે આનાથી લવ જેહાદને મહદઅંશે રોકી શકાય છે.
 
અગાઉ, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં માંગ કરી હતી કે 'લવ મેરેજ'ની નોંધણી માટે માતા-પિતાની સહી ફરજિયાત બનાવવામાં આવે અને દસ્તાવેજ તે જ તાલુકામાં નોંધવામાં આવે જ્યાં યુગલ રહે છે. કલોલના ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે જ્યારે કોઈ છોકરી તેના માતા-પિતાની સંમતિ વિના પોતાની પસંદના પુરુષ સાથે લગ્ન કરે છે ત્યારે આવા કિસ્સાઓમાં લગ્નની નોંધણી કરવાથી રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat ST Bus Rent - ગુજરાત સરકારે એસટી બસના ભાડામાં 25 ટકાનો વધારો કર્યો, આજથી વધુ ભાડુ ચૂકવવું પડશે