Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રમ અને રોજગાર વિભાગે લીધો મોટો નિર્ણય, કોન્ટ્રાકટર્સને લાયસન્સ રિન્યુ કરાવવામાંથી આપી મુક્તિ

શ્રમ અને રોજગાર વિભાગે લીધો મોટો નિર્ણય, કોન્ટ્રાકટર્સને લાયસન્સ રિન્યુ કરાવવામાંથી આપી મુક્તિ
, બુધવાર, 8 એપ્રિલ 2020 (14:16 IST)
કોરોનાવાયરસ ફેલાવાને કારણે હાલમાંચાલી રહેલા લૉકડાઉનને ધ્યાનમાં લઈને શ્રમ અને રોજગાર વિભાગે કેટલાક લેબર કોન્ટ્રાકટર્સને હાલ પૂરતી લાયસન્સ રિન્યુ કરાવવામાંથી મુક્ત આપી છે. 
 
તા.4 એપ્રિલ, 2020ના રોજ બહાર પાડવામાં આવેલા એક જાહેરનામામાં શ્રમ અને રોજગાર વિભાગે  સ્ટેટ માઈગ્રન્ટ વર્કમેન (રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કન્ડીશન ઓફ સર્વિસ એકટ 1979નીકલમ 9 (3)ની જોગવાઈઓ હેઠળ  અને ઈન્ટર સ્ટેટ માઈગ્રન્ટ વર્કમેન (રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કન્ડીશન ઓફ સર્વિસ) (ગુજરાત) રૂલ્સ 1981ની હેઠળ નિર્દેશ આપ્યો છે કે  જે કોન્ટ્રાકટરોનાં લાયસન્સ માર્ચ, એપ્રિલ અને મે મહીનામાં રિન્યુ કરવાનાં થતાં હશે તેમને તા.  15 મે સુધી લાયસન્સ  રિન્યુ કરવાનો નિયમ લાગુ પડશે નહી. 
 
સમાન પ્રકારે  શ્રમ અને રોજગાર વિભાગ જણાવે છે કે  એક અન્ય જાહેરનામા પ્રમાણે  કોન્ટ્રાક્ટ લેબર   (રેગ્યુલેશન એન્ડ એબોલિશન )(ગુજરાત) એકટ 1970ની કલમ 13(3) હેઠળ  અને કોન્ટ્રાક્ટ લેબર ( રેગ્યુલેશન એન્ડ એબોલિશન )(ગુજરાત) નિયમો 1972ના નિયમો 27 અને 29 હેઠળ પણ આ ત્રણ માસના ગાળામાં જેમનાં લાયસન્સ રિન્યુ કરવાનાં થતાં હશે  તેમને પણ આ નિયમ 15મે, 2020 સુધી લાગુ પડશે નહી.
 
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે લેબરકોન્ટ્રાકટરે તેમનાં લાયસન્સ યોગ્ય સમયના અંતરે રિન્યુ કરાવવાનાં હોય છે. 
વિપુલ મિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે “ સંબંધિત કાયદા મુજબ લાયસન્સની જરૂરિયાત બાબતે અમે ખૂબ કડક છીએ. આમ છતાં અમને જણાયુ છે કે હાલમાં ચાલી રહેલી લૉકડાઉનની સ્થિતિમાં કોન્ટ્રાકટરો માટે જરૂરી પેપરવર્ક કરવાનુ શક્ય બનશે નહી.  આને પરિણામે અમેલેબર કોન્ટ્રાકટરોને લાયસન્સ રિન્યુ કરાવવામાંથી કામચલાઉ રાહત આપી છે. “
 
સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ બનાવનાર અને તેને ફેલાવનાર બંને સામે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ કાલે આવી રીતે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા બદલ ૧૮ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૩૧ ગુનાઓ દાખલ કરી ૨૪૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસની ત્રીજી આંખ પણ લોકડાઉનની કડક અમલવારી માટે કાર્યરત છે. ડ્રોનની મદદથી ૩૪૬ ગુનાઓ તથા સીસીટીવીની મદદથી ૬૪ ગુનાઓ દાખલ કરી લોકડાઉનની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.
 
પોલીસ તંત્ર દ્વારા ગઈ કાલથી અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૧૫૪૧ અને હોમ કવોરન્ટાઈન ભંગના ૬૭૭ તથા અન્ય ૧૬૨ ગુનાઓ મળી કુલ ૨૩૮૦ ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૩૯૫૬ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૮૭૧૭ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાવનગરમાં બે યુવાનોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, પોઝિટિવ કેસની સંખ્યા 16 થઇ