Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું ગુજરાત ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત છે? જાણો સરકારે વિધાનસભામાં શું કહ્યું

શું ગુજરાત ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત છે? જાણો સરકારે વિધાનસભામાં શું કહ્યું
, મંગળવાર, 9 જુલાઈ 2019 (15:11 IST)
ગુજરાતમાં આજે પણ 3.70 લાખ લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરે છે. વિધાનસભા સત્રમાં ધારાસભ્ય અમિત ચાવડાએ આ અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં ગ્રામવિકાસ મંત્રીએ કહ્યું હતું કે, 'અમદાવાદ જિલ્લામાં 14899, અરવલ્લીમાં 15160, ભરૂચમાં 14231, દાહોદમાં 38220, કચ્છમાં 10333, મહીસાગરમાં 11123, નર્મદામાં 15522, સાબરકાંઠામાં 19150, વલસાડમાં 20,000, વડોદરામાં 13,844 પરિવારો ખુલ્લામાં શોચક્રિયા કરે છે.

'અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે સરાકર ખોટી જાહેરાત કરીને એવોર્ડ મેળવે છે. શા માટે ગ્રામિણ વિસ્તારનાં લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર બન્યાં છે. સરકારે ગુજરાતની જનતાને જવાબ આપવો જોઇએ. ખુદ સરકારે વાત સ્વીકારી છે કે ગુજરાતનો એકપણ એવો જિલ્લો એવો નથી જ્યાં લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરવા જતાં ન હોય. થોડા સમય પહેલા પણ આવો એક સર્વે અમદાવાદમાં કરવામાં આવ્યો હતો. 'માનવ વિકાસ અને સંસાધન કેન્દ્ર-અમદાવાદ' દ્વારા શહેરના 24 સ્લમ વિસ્તારના 7512 કુટુંબોના પ્રતિનિધિરૃપે 142 વ્યક્તિઓના અનૌપચારિક સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફેબુ્રઆરી 2019માં હાથ ધરાયેલા આ સર્વેમાં જાહેર વિતરણ વ્યવસ્થા, ખુલ્લામાં શૌચ, શહેરના વિકાસ માટે સ્થળ પરથી ખસેડી અન્ય જગ્યાએ પુનર્વસન પામેલા લોકોની હાલની સ્થિતિ આવરી લેવાયા છે. જેના અનુસાર આજે પણ 1795 પરિવારોને અન્ન પુરવઠા નિયંત્રણ કચેરીના તાબા હેઠળ આવતી વાજબી ભાવની દુકાનોમાંથી ધારાધોરણ પ્રમાણે અનાજ મળતું નથી. આ ઉપરાંત 5116 પરિવારોને એપીએલ રાશન કાર્ડ હોવાથી અનાજથી વંચિત રહેવું પડે છે. 142 પરિવારો પાસેથી દર મહિનાના અંતે સસ્તા અનાજની દુકાને બારકોડ સિસ્ટમમાં આંગળીઓના નિશાન આપતી વખતે દુકાનદાર દ્વારા પાંચ રૃપિયા લેવામાં આવે છે અને તેની કોઇ પહોંચ પણ આપવામાં આવતી નથી.અમદાવાદમાં આજે પણ 1030 લોકો ખુલ્લામાં શૌચ ક્રિયા કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સિંગતેલનાં ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો થતાં ગૃહિણીઓને રાહત