આ વર્ષે સરકાર પ્રવેશોત્સવની સાથે બાળકોને જીવન કૌશલ્યના નામે ટાયર પંચર બનાવતાં શિખવાડશે. આ અંગે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. બે ભાગમાં આ બાળ મેળો યોજાશે. ધોરણથી 1 થી 5 સુધી પ્રાથમિકમાં બાળ મેળો અને ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ 6ઠ્ઠાથી આઠમા લાઇફ સ્કિલ (જીવન કૌશલ મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે. વહિવટી તંત્રેએ બંને મેળામાં આયોજિત થનારી ગતિવિધિઓની યાદી પણ જાહેર કરી છે.
જીવન કૌશલ મેળામાં વિદ્યાર્થીઓને ફ્યૂજ બાંધવા, સ્ક્રૂ લગાવવાનું, કુકર બંધ કરવાનું, ખીલ્લી મારવાનું અને ટાયર પંકચર બનાવવાનું કામ શિખવાડશે.રાજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા બાળકોને ચીત્રકામ, માટીકામ રંગપુરણી, બાળવાર્તા, બાળ રમતો, ગણિત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ, છાપકામ, કાતર કામ, ગાડી કામ, પપેટ શો, કાગળ કામ, હાસ્ય દરબાર, ગીત-સંગીત, અભિનય શીખવાડવામાં આવશે.જ્યારે ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકોને શરીરની સ્વચ્છતા જાળવવી, ટાયરનું પંકચર કરવું, ખિલ્લી લગાવવી, કુકર બંધ કરવું, સ્ક્રુ લગાવો, ફ્યૂઝ બાંધવો, શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર મેટ્રિકમેલા અંર્તગત આવતી વિવિધ પ્રવૃતિઓ જેવી કે આનંદ મેળો, વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ, બાળકોનાં વજન ,ઉચાઇ માપવા, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વગેરેનું આયોજન કરવામાં આવશે.