Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૂનાગઢનો શિવરાત્રિનો મેળો ‘મીની કુંભ’ જાહેર, સીએમ રૂપાણીએ કરી જાહેરાત

જૂનાગઢનો શિવરાત્રિનો મેળો ‘મીની કુંભ’ જાહેર, સીએમ રૂપાણીએ કરી જાહેરાત
, બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (14:24 IST)
મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે ગિરનાર ખાતે યોજાતા ભવનાથના મેળાને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મિની કુંભ મેળો જાહેર કરવામાં આવ્યો છે. વિજય રૂપાણે કહ્યું કે, ગિરનારના મહા શિવરાત્રિના મેળાનું આગવું મહત્વ છે અને અહીં દર વર્ષે લાખો શિવભક્તો આ મેળામાં આવે છે. આગામી વર્ષથી આ મેળાને મીનિ કુંભ તરીકે ઓળખવામાં આવશે અને દર્શનાર્થે આવતા ભક્તોને તમામ સુવિધાઓ આપવામાં આવશે.મુખ્યમંત્રી દ્વારા આ જાહેરાત મંગળવારે કરવામાં આવી.

તેમણે કહ્યું કે, આગામી વર્ષથી આ મેળાના આયોજન અને વ્યવસ્થાપન માટે ગિરનાર ઑથોરિટી ડેવલપમેન્ટ રચના કરવામાં આવશે જે ગિરનારના દર્શને આવતા લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન થાય તેની કાળજી લેશે. દર વર્ષે મહા શિવરાત્રિના પર્વ પર યોજાતા આ મેળાનું ખૂબ જ મહત્વ છે. મેળામાં શિવભક્તોની ભીડ ઉમટે છે અને સાથે-સાથે નાગા સાધુના દર્શનનો પણ મહિમા છે.મેળાના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો અહીં આવેલો દામોદર કુંડમાં ડૂબકી લગાવવાનું ખૂબ મહાત્મ છે. આ કુંડમાં માત્ર નાગા સાધુઓ જ ડૂબકી લગાવે છે. આ ઉપરાંત અહીં નીકળતી ભગવાન શિવની શોભાયાત્રાનું પણ અનેરું મહત્વ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Karbonn કાર્બન ટિટાનિયમ ફ્રેમ્સ S7 રીવ્યૂ: રૂ. 6,999 માટે એક શ્રેષ્ઠ સોદો