Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પશ્વિમ કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉધોગ મરણપથારીએ, ટ્રક માલિકોને ગાડીના હપ્તા ભરવાના ફાંફા, ઓવરલોડ ચલાવનારાઓને ઘી કેળા

પશ્વિમ કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉધોગ મરણપથારીએ, ટ્રક માલિકોને ગાડીના હપ્તા ભરવાના ફાંફા, ઓવરલોડ ચલાવનારાઓને ઘી કેળા
, સોમવાર, 22 જાન્યુઆરી 2018 (15:54 IST)
પશ્વિમ કચ્છની જીવાદોરી સમા ટ્રાન્સપોર્ટ ઉધોગમાં સાડાસાતની પનોતી બેઠી છે તે ઉતારવાનું નામ જ લેતી નથી. વડાપ્રધાન દ્વારાઅચ્છે દિનના આશ્વાસન આપવામાં આવી રહ્યા છે પણ બીજી તરફ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા ડ્રાઈવર- કંડકટરો અને ટ્રાન્સપોર્ટ સંચાલકોના માથા દિવસો બેઠા છે. મંદીમાં સપડાયેલા આ ટ્રક ઉધોગમાં હવે પશ્વિમ કચ્છના ગામોમાં ટ્રકોની લાઈનો લાગી છે.

કચ્છમાં ઉપયોગી ખનીજ મળ્યા બાદ ટ્રાન્સપોર્ટ વ્યવસાયની ગતિ રોકેટ ઝડપે વધી હતી. ખાસ કરીને અંજાર તાલુકાના રતનાલ પછી નખત્રાણા તાલુકાના દેવપર(યક્ષ) ગામનું નામ પરિવહન ક્ષેત્રે મીની રતનાલ તરીકે ઉપસ્યુ હતુ. પાનૃધ્રો ખાણ શરૃ થઈ ત્યારે દેવપર પંથકમાંથી અંદાજે ૪૦૦ ટ્રકો પરિવહનમાં દોડવા લાગી હતી. પરંતુ તે બંધ થતા ૧૫૦ જેટલી ટ્રકોનું વેંચાણ થઈ ગયુ. હવે ઉમરસર અને માતાના મઢ ખાણમાં પરિવહન ક્ષેત્ર પર કોનું ચલણ અને વલણ દબદબાભેર રહે તે માટે રમતો રમાતી હોવાથી આ વ્યવસાય ચાલુ હોવા છતા ઠપ્પ હોય તેવું લાગે છે. પશ્વિમ કચ્છમાં ટ્રાન્સપોર્ટ ઉધોગ ડામાડોળ બની ગયો હોય તેમ રોજ માત્ર ૭૦થી ૮૦ ગાડીઓ ભરાય છે. ગાડીને મહિને માંડ એક કે બે ફેરાનો લાભ મળે છે. પરિણામે ટ્રકોના માલિકો દેવાદાર બનતા જાય છે. તેમાંય વળી ચલણી નોટો રદ થયા બાદ તો ટ્રાન્સપોર્ટ ઉધોગ મરણ પથારીએ આવી ગયો હતો. મહિનામાં માંડ બે ચિઠ્ઠી મળતી હોવાથી તે ભાડામાંથી ડિઝલ ખર્ચ, ચાલકોના પગાર, રોડ ટેકસ, વિમો વિગેરેનો હિસાબ કરીએ તો કાંઈ પણ હાથમાં આવતુ નથી. લોન પણ ટ્રકો ખરીદવામાં આવ્યા હોવાથી માંડ માંડ હપ્તા ભરવા પડે છે. ટ્રાન્સપોર્ટ વ્યવસાયની સાથોસાથ સંલગ્ન ધંધાર્થીઓ પણ નવરાધુપ બન્યા છે. દેવપરમાં ટ્રક બોડી, વેલ્ડીંગ, ટાયર પંકચર, ચા ની હોટલ, હાર્ડવેરથી માંડી પેન્ટરથી માંડી વાળંદને પણ મંદી નડી ગઈ છે. ડ્રાઈવર કલીનરો પણ મજુરી કામે જવા લાગ્યા છે. એક તરફ ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં મંદી ચાલી રહી છે તો બીજીતરફ ઓવરલોડ ચલાવનારાઓને કમાણીમાં ઘી કેળા છે. તંત્રની મીઠી નજર હોવાથી બેફામ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે. આ પ્રવૃતિ બંધ થાય તો અન્ય ટ્રક માલિકો માટે સારા દિવસો આવે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદના આ 10 થિએટર્સમાં પોલીસ પ્રોટેક્શન સાથે રીલિઝ થશે ‘પદ્માવત’