Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતનું પ્રથમ મરીન કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર દ્વારકામાં બનશે

ભારતનું પ્રથમ મરીન કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર દ્વારકામાં બનશે
, શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (13:19 IST)
ગુજરાત રાજયના  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશનું પ્રથમ મરીન કમાન્ડો ટ્રેઇનિંગ સેન્ટર બનાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વે કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા તેમ જ કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ જમીનનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. લગભગ પચાસ હેકટરની વિશાળ જમીનમાં ક્રમશ: આશરે પાંચ હજાર જેટલા જવાનની ભરતી કરી આવનાર સમયમાં દરિયાઇ સુરક્ષાનું હેડ કવાર્ટર આગામી સમયમાં બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. અગાઉ પણ પોસીત્રા તથા કલ્યાણપુરના પીંડારા ગામની જમીનનું નિરીક્ષણ કરવામાં આવેલ, પરંતુ દ્વારકા તાલુકાના મકનપુર ગામ આસપાસની જમીન ટેક્નિકલ રીતે વધુ વ્યૂહાત્મક તેમ જ સરળ હોય અહીં આ ટ્રેઇનિંગ સેન્ટર સ્થપાય તેવી શકયતાઓ ઉજળી જણાઇ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં જીવલેણ બ્લુવ્હેલ ગેમથી મોત થયાનો પ્રથમ કિસ્સો બન્યો