Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

૧લી મેથી સિનિયર સિટીઝનો માટે શ્રવણ તીર્થ યાત્રાઓ શરૂ થશે

સિનિયર સિટીઝન
, મંગળવાર, 25 એપ્રિલ 2017 (11:47 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર રાજ્યના તમામ સિનિયર સિટીઝનોને અંબાજી, દ્વારકા, સોમનાથ, ચોટીલા, નારાયણ સરોવર, માતાનો મઢ, નર્મદા સહિત ગુજરાતના તમામ યાત્રાધામોના પ્રવાસ માટે ટિકિટ ભાડામાં ૫૦ ટકા રાહત આપશે. ૧લી મેથી શ્રવણ યોજનાનો રાજ્યભરમાં અમલ શરૂ થશે. પવિત્ર યાત્રાધામ વિકાસ પ્રભાગના સત્તાવાર સુત્રોના કહેવા મુજબ ગુજરાતમાં વસતા કોઈપણ સિનિયર સિટીઝન કે તેમના સમુહને ધાર્મિક કે અન્ય પ્રવાસન સ્થળે જવા માટે એસટી નિગમના એક્સ્પ્રેસ ભાડાના ૫૦ ટકા સુધી રાહત આપવામાં આવશે.

તેના માટે એસટી બસને ઉપયોગ લઈ શકાશે. જો એસટીની બસને બદલે પ્રાઈવેટ કંપનીઓની બસોનો ઉપયોગ થાય તો પણ એસટી બસના ભાડાને સમકક્ષ ૫૦ ટકા રાહત આપાશે. અગાઉ માત્ર ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનને આવરી લેવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. જો કે, હવે તેમાં સુધારો કરીને ૬૦ વર્ષના સિટીઝનની સાથે તેમનાથી ઓછી ઉમરના પરિવારજનોના કિસ્સામાં ૫૦ ટકા ભાડુ સબસિડીરૂપે મળી શકશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નક્સલી હિંસા - 5 વર્ષ, 5960 ઘટનાઓ, 2257 મોત.. કોણ છે જવાબદાર ?