શહીદ દિન વિકાસ કુચ’માં વિદ્યાર્થીઓને પણ કેસરીઓ
, ગુરુવાર, 23 માર્ચ 2017 (15:41 IST)
દેશના માટે હસતા હસતા ફાંસીના માંચડે ચડી જનારા શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરૃની વીર શહાદતનો દિવસ એટલે 23મી માર્ચ 1931ને ભારતીય ઈતિહાસમાં સમગ્ર રાષ્ટ્રમાં ‘શહીદ દિન’ તરીકે ઉજવાય છે. આ દિન નિમિત્તે અમદાવાદમાં ભાજપ દ્વારા કુચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જોડાયેલા વિદ્યાર્થીઓના ગળા પર કેસરી રંગનો ખેસ પહેરાવતા લોકોમાં ચર્ચાનું કારણ બન્યું હતું.અમદાવાદના વસ્ત્રાપૂર લેક પાસે આવેલા શહીદ ચોક ખાતે ‘શહીદ દિન વિકાસ કુચ’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત કુચના કાર્યક્રમાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. વિદ્યાર્થીઓ તથા ત્યાં ઉપસ્થિત સર્વે કેસરી રંગનો ખેસ પહેરાવામાં આવ્યો હતો.શહીદ દિન નિમિત્તે પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા રાજ્યમાં 10 સ્થળોએ ‘શહીદ દિન વિકાસ કુચ’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અમદાવાદમાં ‘શહીદ દિન વિકાસ કુચ’ રેલી વસ્ત્રાપુર લેકથી ગુરૂકુળ રોડ થઈ મેમનગર સહિતના વિસ્તારોમાં ફરી હતી. રેલીના માધ્યમથી ગુજરાતના લાખો યુવાનો, રાષ્ટ્રભક્તો આ શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરી રાષ્ટ્રની આઝાદીમાં તેમણે આપેલ શહીદીને વંદન કરે તેવો તેમનો આશ્રય હતો.
આગળનો લેખ